લાખાબાવળ ગામ નજીક ફરનેશ ઓઈલ ભરેલ ટેન્કરમાં લાગી આગ અને અફરાતફરી મચી ગઈ 

જો કે ફાયરની ટીમો સ્થળ પર સમયસર પહોચી અને...

લાખાબાવળ ગામ નજીક ફરનેશ ઓઈલ ભરેલ ટેન્કરમાં લાગી આગ અને અફરાતફરી મચી ગઈ 

Mysamachar.in-જામનગર:

જામનગર ખંભાળિયા હાઈવે પર લાખાબાવળ ગામના પાટિયા નજીક આજે બપોરના સુમારે ફરનેશ ઓઈલ ભરેલ ટેન્કરમાં એકાએક આગ ભભૂકી ઉઠતા થોડીવાર પુરતી આસપાસથી નીકળતા વાહનચાલક સહિતના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી જે બાદ ઘટના અંગે જામનગર ફાયર ટીમને જાણ કરવામાં આવતા ટીમો તત્કાલ લાખાબાવળ ગામ ખાતે દોડી જઈ અને આગ વધુ પ્રસરે અને ટ્રાફિકજામ થાય તે પૂર્વે જ આગને કાબુમાં લઇ લીધી હતી મળતી માહિતી મુજબ આ ટેન્કર ખાવડી નજીકથી ફરનેશ ઓઇલ ભરી નાસિક જવા રવાના થયું હતું.