આ ભાઈ છે ડીગ્રી વિનાના ડોક્ટર..

જાણો ક્યાં કરતાં હતા પ્રેક્ટીસ

આ ભાઈ છે ડીગ્રી વિનાના ડોક્ટર..

Mysamachar.in-જામનગર:

હાલારમાં બોગસ તબીબોના વધી રહેલા રાફડા વચ્ચે જીલ્લા આરોગ્ય તંત્ર વધુ એકવખત ઊંઘતું ઝડપાયું છે,જ્યાં મજુરોની મોટી સંખ્યા છે તે રિલાયન્સ એલસી ૮ ગેઈટ નજીક પતરાની દુકાનમાં ડીગ્રી વગર દવાખાનું ચલાવતા એક બોગસ તબીબને જામનગર એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે,

લાલપુર તાલુકાના રિલાયન્સ એલસી ૮ ગેટ નજીક પતરાની દુકાનમાં જ રહેતો અને ત્યાં જ પોતાની બોગસ ડીગ્રી વિનાનું દવાખાનું ચલાવતા ૧૨ પાસ બોગસ તબીબ સુફલ મંડલ નામના બોગસ તબીબને જામનગર એસઓજીની ટીમે ઝડપી પાડી અને ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ગુન્હો નોંધી અને બોગસ તબીબના કબ્જામાંથી સ્ટેથોસ્કોપ,બીપી ઇન્સ્ટ્રુમેન્ટ,અને અલગ-અલગ દવાઓ મળી કુલ ૨૧૦૦ રૂપિયાનો મુદામાલ પણ કબજે કર્યો છે.