ભાણવડના એક તબીબ બન્યા 75 લાખની છેતરપીંડીનો ભોગ

ડોકટરે શું વસ્તુઓ મંગાવી કે બની ગયા છેતરપીંડીનો ભોગ

ભાણવડના એક તબીબ બન્યા 75 લાખની છેતરપીંડીનો ભોગ
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

આજકાલ ઓનલાઈન છેતરપીંડીએ એ કોઈ નવી બાબત નથી, યેનેકેન પ્રકારે ગઠિયાઓ દુર ક્યાયથી બેઠા બેઠા નવી નવી યુક્તિઓ અજમાવીને લોકોને મીઠી મીઠી વાતો કરી લોભલાલચો આપી અને ક્યારેક હજ્જારો ની..ક્યારેક લાખો ની તો કયારેક કરોડોની છેતરપીંડીનો ભોગ બનાવે છે, અને આવા ગુન્હાઓમાં થી જુજ ગુન્હાઓનો જ ભેદ ઉકેલાય છે, બાકી વણઉકેલાયાલા જ રહે છે, અત્યારે વાત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈ રહેલ એક ફરિયાદની કરવામાં આવી રહી છે, જેમાં એક તબીબ પોણો કરોડ એટલે કે 75 લાખની છેતરપીંડીનો ભોગ બની જતા હવે પોલીસે તપાસ આદરી છે.

ભાણવડના રણજીતપર ગામે વસવાટ કરતા નીશીત રાજેશકુમાર મોદી નામના વ્યક્તિ વ્યવસાયે તબીબી પ્રેકટીશ કરે છે, તબીબનો સંપર્ક ફ્લોરિડા ઇન્ટરનેશનલ ગ્રુપ યુએસએ લિમિટેડ, CEO, Bologa Lili +6281296006720, પ્રેસ્ટોન જેક (પેડરો ઍફ. હિપોલીતો)+1(210)802-7947, ફરીયાદી તબીબને ટ્રેડ ઇન્ડીયા એપ્લીકેશન મારફતે તથા Surgical Products Gujarat નામના વ્હોટ્સેએપ ગૃપ મારફતે પોતાની વેબસાઇટ www.fig-usa.com બતાવી તેમજ ફ્લોરિડા ઇન્ટરનેશનલ ગ્રુપ યુએસએ લિમિટેડ,691 સેંટ્રલ અવે, એસટી. પેટેરસ્બુર્ગ, એફએલ 33711 ફ્લોરિડા, યુએસએ.નામની ખોટી કંપની બતાવી પ્રેસ્ટોન જેક ઉર્ફ (પેડરો ઍફ. હિપોલીતો) +12108027947, તથા CEO, Bologa Lilian +6281296006720 તથા +77755943754 (નેપાલ એજન્ટ) અરમાડો એ નીશીત મોદીને ઇલેક્ટ્રોનિક ઉપરકરણોના માધ્યમથી વિશ્વાસમા લઇ તા.26/04/2020 ના રોજ  એક ઓર્ડર જેમા 25000 નંગ ડિજિટલ ઇન્ફ્રારેડ થેર્મોમેટર અને 5000 નંગ 3M માસ્ક બીજો ઓર્ડર તા.28/04/2020 ના રોજ જેમા 1,0000000 ૩M માસ્કનો ઓર્ડર મેળવી જે ઓર્ડરના પૈસા કુલ પાંચ અલગ અલગ બેંક એકાઉન્ટમા ચુકવવા જણાવી જેમાથી કુલ ત્રણ બેંક અકાઉન્ટ માં અલગ અલગ તારીખોએ કુલ રૂપીયા 74,57,400 ઓનલાઇન ઠગાઇ કરી ખોટી ઓળખ આપી અને ડોક્ટર નીશીતને વિશ્વાસમા લઇ તેની પાસેથી વધારે પૈસાની માગણી કરી ઓર્ડર મુજબનો માલ નહી આપી વિશ્વાસધાત છેતરપીંડી કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસમથકમાં નોંધાતા સર્કલ પોલીસ ઈન્સ્પેકટરે તપાસ હાથ ધરી છે.