પાર્ક થયેલ આઈસરમાં કાર ઘુસી ગઈ, 3 ના મોત 

ક્યાંથી ક્યાં જતો હતો પરિવાર વાંચો વિગત 

પાર્ક થયેલ આઈસરમાં કાર ઘુસી ગઈ, 3 ના મોત 

Mysamachar.in-વડોદરા:

અમદાવાદ વડોદરા હાઇવે પર અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઈકો કારમાં છ વ્યક્તિઓ સવાર થઈ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે રોડની સાઇડમાં પાર્ક કરેલા આઇસર સાથે કાર ભટકાઇ હતી.મહેમદાવાદના સૂંઢા વણસોલ પાસેથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સુરતી પરિવારને અકસ્માત નડયો છે. એક જ પરિવારના તમામ લોકો કારમાં સવાર હતા. ત્યારે એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ નડિયાદથી 12 કિલોમીટર દૂર અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મૃતકોમાં એક બાળક અને બે પુરુષોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં રોડની સાઇડમાં પાર્ક કરેલા ઉભેલા આઇસર સાથે પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. એક બાળક અને બે પુરુષોના મોત થયા છે.