ફૂડની આડમાં દારૂની હોમ ડિલિવરી

હવે દારૂ પણ મળશે ઘરબેઠા !

ફૂડની આડમાં દારૂની હોમ ડિલિવરી

   

Mysamachar.in-રાજકોટઃ

આધુનિક યુગમાં ઇન્ટરનેટના માધ્યમથી તમે ધારો એ વસ્તુ ઘર બેઠા મળી જશે. જેમાં હવે તો જમવાનું પણ ઘરે આવી રહ્યું છે. આ માટે જુદી જુદી ફૂડ ડિલિવરી કંપનીઓ કાર્યરત છે. ઘરે જમાવાનું પહોંચાડતી આ કંપનીઓએ પોતાનો અલગ ડ્રેસ કોડ રાખ્યો છે. જેથી રસ્તા પર આ કંપનીના માણસો નીકળે તો બધાને ધ્યાનમાં રહે કે ફૂડ ડિલિવરી કરવા નીકળ્યા છે, પરંતુ તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે જમવાનું ડિલિવરી કરવાને બદલે કેટલાક લોકો ડ્રેસ કોડ વાપરી દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. રાજકોટમાં zometo કંપનીનો ડ્રેસ પહેરીને નીકળેલા એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી, બાદમાં તલાસી લેતા ઝોમેટોની બેગમાંથી દારૂની બોટલ મળી આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન ગ્રાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે ઝોમેટો કંપનીનો ડિલિવરીમેન અક્ષર સ્કૂલ પાસેથી પલ્સર બાઇક પર પસાર થશે, જેના બેગમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો ભરેલી છે. બાદમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે 28 વર્ષિય મિલન ગરેજાની અટકાયત કરી તલાસી લેતા તેના બેગમાંથી પાર્ટી સ્પેશિયલ ડિલક્સ વ્હીક્સી બ્રાંડની છ બોટલ મળી આવી હતી, આ બોટલની કિંમત 2,100 તથા બાઇક સહિત કુલ 22,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આરોપી મિલન અગાઉ પણ 7 વર્ષ પહેલા પોરબંદરમાં દારૂના કેસમાં પકડાઇ ચૂક્યો છે.