સ્વીમીંગપુલમાં ડૂબી જતા યુવકનું અને નદીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત

જામનગરની છે ઘટના...

સ્વીમીંગપુલમાં ડૂબી જતા યુવકનું અને નદીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત
Symbolic Image

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં બે લોકોના ડૂબી જતા મોત નીપજ્યાની ઘટના સામે આવી છે, જેમાં ગુલાબનગર ચોકી પાછળ નવાનાળા વિસ્તારમાં રહેતા રમેશભાઈ સીદીભાઈ રાઠોડ નામના ૫૫ વર્ષીય વૃદ્ધનું નદીમાં ડૂબી જતા મોત નીપજ્યાનું જાહેર થયું છે, જયારે જામજોધપુર નજીક સડોદર ગામે આવેલ અશોકભાઈ અરજણભાઈની વાડીએ સ્વીમીંગ પુલમાં નહાવા પડેલા અનિલ વર્મા નામના યુ.પી. ના ૧૭ વર્ષીય યુવકનું ડૂબી જતા મોત નીપજ્યાનું જાહેર થયું છે.