તમે પણ હેલ્મેટ પહેરજો...૧૫ પોલીસકર્મીઓ દંડાયા

આજે કુલ ૮૩ કેસ થયા..

તમે પણ હેલ્મેટ પહેરજો...૧૫ પોલીસકર્મીઓ દંડાયા
તસ્વીર: અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

સામાન્ય રીતે ટુ-વ્હીલર વાહન ચલાવનાર વાહન ચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે,પરંતુ કાયદાનો અમલ કેટલો થાય છે,તેનાથી સૌ વાકેફ છે.ત્યારે વાહન ચાલકો હેલ્મેટના નિયમની અમલવારી કરે અને ગંભીર અકસ્માતોને થતાં અટકાવી શકાય તે માટે જામનગર પોલીસે આજે ઘર આંગણેથી હેલ્મેટ પહેરો અભિયાન શરૂ કર્યું છે,જેના ભાગરૂપે આજે પોલીસ હેડ ક્વાર્ટરના મેઇન ગેઇટ નજીક ઇન્ચાર્જ ટ્રાફિક PI અને સ્ટાફ ચેકિંગ માટે ગોઠવાયા હતા,

ચેકિંગ દરમ્યાન હેલ્મેટ ના પહેરનાર ૧૫ પોલીસકર્મીઓ, ૮ હોમગાર્ડના જવાનો અને ૨ ડ્રાઈવરો ઉપરાંત અન્ય નાગરીકો મળીને કુલ ૮૩ વાહન ચાલકો સામે આજે હેલ્મેટ ના પહેરવા અંગેની જરૂરી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે,સાથોસાથ વાહન ચાલકો પણ હેલ્મેટનો ઉપયોગ કરે તેવી તાકીદ પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.