પતિ-પત્ની ઔર વો...પતિ આવી રીતે બે મહિલાઓને સાચવતો !

અનોખો કિસ્સો...

પતિ-પત્ની ઔર વો...પતિ આવી રીતે બે મહિલાઓને સાચવતો !
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-સુરત:

પતિ, પત્ની ઔર વોના તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ વડોદરામાં એક કિસ્સો એવો સામે આવ્યો છે, જેમાં એક ભેજાબાજ પતિ સમયબદ્ધ રીતે બે મહિલાઓ સાથે સમય પસાર કરતો હતો. વડોદરામાં વાઘોડિયા વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેણીએ જણાવ્યું કે તેનો પતિ અન્ય મહિલા સાથે સંબંધ ધરાવે છે અને સાસરિયા દ્વારા દહેજની માગણી કરવામાં આવી ત્રાસ ગુજારવામાં આવતો હતો.

વડોદરામાં પિયર ધરાવતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેના નિકુલ સાથે વર્ષ 2018માં લગ્ન થયા હતા, બાદમાં સાસરિયા દ્વારા દહેજની માગણી કરી માર પણ મારવામાં આવ્યો હતો. ઘરના ઝઘડાથી કંટાળી નિકુલ અને તે વડોદરા રહેવા આવી ગયા. અહીં તેઓ બે મહિનાથી એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. નિકુલે એક કંપનીમાં નોકરી પર લાગ્યો છે એટલું જ જણાવ્યું પરંતુ એ ન કહ્યું કે કઇ કંપનીમાં નોકરી છે, આ દરમિયાન પતિ નિકુલનું એક મહિલા સાથે અફેર શરૂ થયું. બાદમાં નિકુલ નોકરીએ જવાનું કહી તેની પત્નીને પિયરમાં મૂકી જતો અને બાદમાં ઘરે અન્ય મહિલાને લઇ આવતો. આ વાતની ભનક તેની પત્નીને લાગી ગઇ અને તેણીએ આડકતરી રીતે તપાસ કરી. રોજની જેમ એક દિવસ નિકુલ તેની પત્નીને પિયર મૂકી ગયો અને નોકરી પર જવાનું કહી નીકળી ગયો. શંકાના આધારે નિકુલની પત્ની અચાનક ઘરે પહોંચી ગઇ, જ્યાં નિકુલ અન્ય મહિલા સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપાઇ ગયો. બાદમાં તેણીએ નિકુલના માતા-પિતા તથા અભયમને જાણ કરી ફરિયાદ દાખલ કરાવી દીધી.