દરેડ તાલીમભવનમાં અમરેલીનો જ દબદબો શા માટે..?

તપાસ માગી લેતો વિષય

દરેડ તાલીમભવનમાં અમરેલીનો જ દબદબો શા માટે..?

Mysamchar.in-જામનગર:

જામનગર નજીક આવેલ દરેડ શિક્ષણ અને તાલીમ ભવનનો વહીવટ ક્યાક્ને ક્યાંક તપાસ માંગી લેતો હોય તેમ લાગી રહ્યું છે, સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ વર્ષ દરમિયાન શિક્ષકોને તાલીમ અને વિજ્ઞાનમેળા, બાળમેળા અને ઇનોવેશન ફેર સહિતના કાર્યક્રમો યોજાતા રહેતા હોય છે,

આવા કાર્યક્રમો આવનાર બાળકો, શિક્ષકો માટે ચા-નાસ્તા, ભોજન અને સ્ટેશનરી પણ આપવાની થતી હોય છે, ત્યારે નિયમ મુજબ તેના ત્રણ ભાવો મંગાવી જેનો ભાવ સૌથી ઓછો  હોય તેને કામગીરી સોંપવાની થતી હોય છે, પણ અહી તો સૌરાષ્ટ્ર આખાય ને કોરાણે મૂકી દઈને લાગવગશાહીથી માત્ર ને માત્ર અમરેલીના લોકોને જ કથિત રીતે કામો આપી દેવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે, ત્યારે તાજેતરમાં જ અહી ડિરેક્ટર દ્વારા તપાસણી કરીને લેખિત ખુલાસો પણ પૂછવામાં આવ્યા છે. ત્યારે અમરેલીને જ બધા કામો આપી દેવાનો મામલો પણ તપાસ માંગી લેતો છે, તેવું જાણવા મળી રહ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.