શિવરાજપુર સુધી કલેક્ટરનો હુકમ પહોંચાડશે કોન?

કામગીરીમાં જ નિકંદન.....

શિવરાજપુર સુધી કલેક્ટરનો હુકમ પહોંચાડશે કોન?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને ફ્લુ ફ્લેગ બીચ જાહેર કરી પ્રવાસીઓને આકર્ષવા અન્ય પ્રવાસન સ્થળોની જેમ નાણાનો દૂરૂપયોગ થઇ રહ્યો છે, કેમ કે કામગીરીમાં જ પ્રતિબંધીત ચીજ વસ્તુઓ વપરાય છે, અને આવી અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે દ્વારકા કલેક્ટરે આ બીચ ચોખ્ખો રાખવા પ્રતિબંધનો હુકમ કર્યો છે, તે હુકમનુ ૨૪ કલાક પાલન કોણ કરશે કે પછી ફાઇલ ની શોભા (બીજા જાહેરનામા મુજબ) વધારશે,

આ હુકમ અક્ષરસ: જોઇએ તો...દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચ એ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી દેવભૂમિ દ્વારકાના જિલ્લાન મેજીસ્ટ્રેટ નરેન્દ્રંકુમાર મીનાએ તેમને મળેલ સત્તાની રૂએ શિવરાજપુર બીચ પર ૩ કિલોમિટરની ત્રિજયામાં પ્લાટસ્ટી્કના ઉપયોગ/ વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમપેઇન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધી કરેલ છે. આ જાહેરનામું તા. ૦૮-૧૨-૨૦૧૯ સુધી અમલમાં રહેશે. જાહેનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

જાહેરનામાની જરૂર શામાટે? અમલ નુ શુ?

પહેલો પ્રશ્ર્ન એ છે કે ત્યા ખુબ પ્રદુષણ છે અને થાય છે તો બ્લ્યુ ફ્લેગ બીચ જાહેર કેમ થયો? હવે છેક પ્રદુષણ નિયંત્રણ કરવાનુ સરકારને કેમ યાદ આવ્યુ? પ્રદુષણ કોણ કરે છે? બીજી વાત એ છે કે પ્રવાસીઓ પાસે આ જાહેરનામાનો અમલ કોણ કરાવશે?