દરેડ તાલીમભવનમાં કોણે કર્યું આકસ્મિક ચેકિંગ..?

ભવનમાં મચ્યો ફફડાટ

દરેડ તાલીમભવનમાં કોણે કર્યું આકસ્મિક ચેકિંગ..?

Mysamachar.in-જામનગર: 

જામનગર દરેડ ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ગાંધીનગરથી અધિકારીની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવતા સંસ્થામાં ભાગદોડ મચી જવા પામી છે, મળતી વિગત મુજબ જામનગર નજીક દરેડ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે અધ્યાપકોની અનિયમિતતા, સંસ્થાના વહીવટમાં કથિત ગોબાચારી મામલે ફરિયાદ ઉઠતા ગાંધીનગરથી થોડા દિવસો પૂર્વે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,

ગાંધીનગર GCERTના  ડાયરેક્ટર ડો એસ.ટી. જોષી દ્વારા તપાસ હાથ ધરીને અધ્યાપકોની અનિયમિતતા સહિતના મામલે ખુલાસાઑ પુછવામાં આવ્યા છે અને સંસ્થામાં બહાર આવેલ ક્ષતિઓની પૂર્તતા કરવા માટે સંસ્થાના વડાને ટકોર કરી લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે, ત્યારે આ સંસ્થામાં કંઈક રંધાઈ રહ્યું હોવાની આશંકા વચ્ચે આગામી દિવસોમાં કોના તપેલા ચડશે તે ચર્ચા વચ્ચે હાલ તો દરેડ તાલીમ ભવન ફફડાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.