સલાયાની યુવતીનું ફેસબુક પર ફેક આઈડી બનાવનાર કોણ..?

શરૂ થઇ તપાસ...

સલાયાની યુવતીનું ફેસબુક પર ફેક આઈડી બનાવનાર કોણ..?
demo pic

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

હજુ તો ગઈકાલે જ સામે આવ્યું કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે એક વેપારી યુવકે સગીરાને પોતાની દુકાનમાં બોલાવી અને છેડછાડ કર્યાનો મામલો પોલીસમા પહોચ્યો હતો, ત્યાં જ વધુ એક વખત જીલ્લાના સલાયામા રહેતી એક યુવતીનું ફેસબુક પર ફેક આઈડી બનાવી યુવતીને બદનામ કરવા માટે તેના જુના મિત્ર સાથે યુવતીના ફોટાઓ અપલોડ કર્યાનું યુવતીને ધ્યાને આવતા તેણીએ આ મામલે સલાયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.