સર્વેમા ઓછી નુકસાની બતાવવાથી ફાયદો કોને?

એક સીજન તો ગયા ખાતે જ...

સર્વેમા ઓછી નુકસાની બતાવવાથી ફાયદો કોને?
demo pic

Mysamachar.in-જામનગર:

ખેતીપ્રધાન આપણા આ રાષ્ટ્રમા ખેડુતનો હાથ કોણ ઝાલે? એ સવાલ વર્ષોથી એમ ને એમ રહે છે કેમ કે ઉભરાની જેમ નિવેદન રેલી આવેદન વગેરે પ્રવૃતિ કરી બાદમા રજુઆત કરનારા તો હાથ ઉપર હાથ ધરી બેસી જાય છે, જોકે સરકાર નુકસાનીનુ વળતર આપવા ટકાવારી નો રેશીયો તબક્કાવાર ઘટાડી તો રહી જ છે, માટે આ વખતની અતિવૃષ્ટીમા જે ખેડુતોના પાક બગડ્યા તેના લાભનો વ્યાપ વધશે પરંતુ એક તો સરકાર જાહેરાત કરે બાદમા પુરતા માર્ગદર્શનના અભાવે તમામ ખેડુતના રજીસ્ટ્રેશન પણ થયા  હોતા નથી,

તેવામા વળી જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવામા આવતો નથી, તેમજ  પાક નુકસાનીનો સર્વે યોગ્ય થયો નહી તેમજ  સૌથી વધુ જોડિયા પંથકમાં 238 ટકા વરસાદ થયો હોય છતા અતિવૃષ્ટિના નિયમ મુજબ જિલ્લામાં લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામા આવ્યો નહી ઉપરથી વરસાદ થી તો નુકસાન થયા જ પરંતુ જામનગર જોડીયા ધ્રોલ તાલુકાઓમા તો ડેમના પાણી અવારનવાર છોડાતા પણ પાક નુ નુકસાન થયુ આમ નુકસાન ઓછુ બતાવ વુ જરૂર હોય ત્યા સર્વે ન થાય ખોટો ને ઓછો સર્વે થાય લાભ મેળવનાર ખેડૂતો અથડાયા કરે વગેરે પરિસ્થિતિ ખેતીપ્રધાન રાષ્ટ્રની કરૂણતા હોવાનો સૂર ઉઠ્યો છે.