શું ફાયર વિભાગની ભરતીની જાહેરાતમા કાચું કપાયું.?

ઉમેદવારો આક્રોશ વ્યક્ત કર્યો..

શું ફાયર વિભાગની ભરતીની જાહેરાતમા કાચું કપાયું.?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગ માટે થઇ રહેલી ભરતીમાં ઉમેદવારોએ આજે  હોબાળો મચાવી દીધો હતો,અને ફાયરમેનકમ ડ્રાઈવર કમ ઓપરેટરની ૧૭ જગ્યાઓ માટે આજે ભરતી યોજાઈ હતી,જેના માટે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી  કેટલાય જેટલાઉમેદવારો જામનગર ખાતે આવી પહોચ્યા હતા,જ્યાં જામનગર આવ્યા બાદ રોન નીકળી કે જે ઉમેદવાર પાસે હેવી લાયસન્સ ના હોય તે ન ચાલે,,આં બાબતને લઈને ઉમેદવારો પણ રોષે ભરાયા હતા,

આવેલા ઉમેદવારોના કહેવા મુજબ ૨૧ વર્ષ પછીની ઉમર બાદ જ  હેવી લાયસન્સ નીકળે છે,તો કઈ રીતે હેવી લાયસન્સ લઇ આવવું આ મુદ્દે હોબાળો થતા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નર પણ ભરતી સ્થળ પર આવી પહોચ્યા હતા અને કહ્યું કે નિયમ મુજબ હેવી લાયસન્સ સિવાય ભરતી ના થઇ શકે તેમ જણાવ્યું હતું,તો ઉમેદવારોનો એવો પણ આક્ષેપ હતો કે ભરતીની જાહેરાત યોગ્ય રીતે ના કરી જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉમેદવારોને પરેશાન કરવામાં આવ્યા છે.આમ ક્યાંક ને ક્યાંક ફાયરવિભાગની ભરતી ની જાહેરાત બાદ કાચું કપાયું હોય તેમ લાગી રહ્યું છે.