શાકભાજીના ભાવો હવે ક્યાં પહોચશે..?

તહેવાર ટાણે ભાવો ઉંચકાયા...

શાકભાજીના ભાવો હવે ક્યાં પહોચશે..?

Mysamachar.in-જામનગર:

થોડા દિવસો પહેલા માત્ર ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવો આસમાને પહોચ્યા હતા, પણ હવે લગભગ તમામ શાકભાજીના ભાવો આસમાને પહોચ્યા છે, છેલ્લા ત્રણ દિવસથી જામનગરમાં જરૂરી એવા તમામ શાકભાજી મોંઘા બની જતા હવે આ ભાવો ક્યાં જઈ અટકશે તે પ્રશ્ન ખાસ તો ગૃહિણીઓને સતાવી રહ્યો છે, સતત ડુંગળીના ભાવો શાકમાર્કેટમાં ઉછળી રહ્યા હતા ત્યાં સુધી કે ડુંગળીના સતત વધી રહેલા ભાવોથી દેકારો બોલી જતા રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ પણ મીડિયા સમક્ષ સ્પષ્ટતાઓ કરવી પડી હતી, ત્યારે હવે માત્ર ડુંગળી જ નહિ પણ લગભગ તમામ શાકભાજીના ભાવો આસમાને પહોચ્યા છે,

જામનગરમાં બે દિવસે પૂર્વેના અને આજના શાકભાજીના ભાવોમાં ત્રણ ગણો વધારો જોવા મળે છે, જે ટામેટા બે દિવસ પૂર્વે ૩૦ રૂપિયે કિલો મળતા હતા તેનો આજનો ભાવ ૫૦ રૂપિયા છે, ગુવાર નો ભાવ ૫૦ હતો તે ૭૦, લસણ ૬૦ થી ૧૨૦, કોબીના ૨૦ થી ૩૫, ડુંગળીના ૮૦, ફ્લાવર ૬૦ થી ૭૦ આમ તમામ શાકભાજીના ભાવોમાં વધારા પણ શાકમાર્કેટના વેપારીઓ માને છે કે વધુ વરસાદ અને માલની આવક ઓછી થવાને કારણે ભાવો આસમાને પહોચ્યા છે, અને હજુ કેટલાક દિવસો ભાવોમાં થયેલો વધારો લોકો એ સહન કરવો પડશે.