કામોમાં ચાલતી લોલમલોલ મામલે સ્થાનિક નેતાગીરી કેમ છે ચૂપ?

બધુ જાણે છતાં ચૂપ?

કામોમાં ચાલતી લોલમલોલ મામલે સ્થાનિક નેતાગીરી કેમ છે ચૂપ?

mysamachar.in:જામનગર

લોકોને રોજગારી મળી રહે તે માટે કાલાવડ ખાતે ૩ વર્ષ પહેલા G.I.D.C. મંજૂર કરવામાં આવતા આ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી હતી અને તાલુકાનો રોજગારીની દ્રષ્ટિએ કઈક ઉદ્ધાર થશે તેવી આશા જાગી હતી,પણ આ આશા ક્યાકને ક્યાંક ઠગારી નીવડી હોય તેવો પણ ભાસ થાય છે,

કાલાવડ ખાતે G.I.D.C. ઉભી કરવામાં આવી હોય અને ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે કરોડો રૂપિયાનો સરકારે ખર્ચ કર્યો છે,ત્યારે કાલાવડ G.I.D.C. કાલાવડથી જામનગર તરફ હજારો હેક્ટરમાં નિર્માણ કરવા આવ્યા બાદ કામ હાલ પૂર્ણ થઈ ગયું છે અને ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી રહી છે,ત્યારે G.I.D.C. ખાતે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે,તે કામો જોવા જેવા છે,

અનેક સવાલો વચ્ચે કાલાવડની પ્રજા બધુ જાણે છે અને છાસવારે કાલાવડના હિતની વાતો કરતાં અને કોરી પાટીની છાપ ધરાવતા કહેવાતા નેતાઓને આ કામ કેવું થયું છે તે શું દેખાતું નથી?સરકારની તિજોરીમાંથી ગુજરાતનાં પ્રજાના નાણાનો આટલો મોટો વેડફાટ છતાં ક્યાં સંબંધની શરમ હેઠળ નેતાગીરી ચૂપ છે?તે સવાલ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.