જયારે પત્નીને હનીમુન દરમિયાન થઇ બીયર પીવાની ઈચ્છા અને પતિએ પાડી ના...

પછી શું થયું જાણો..

જયારે પત્નીને હનીમુન દરમિયાન થઇ બીયર પીવાની ઈચ્છા અને પતિએ પાડી ના...
Symbolic Image

Mysamachar.in-અમદાવાદ:

આજની હાઈફાઈ લાઈફસ્ટાઈલમા યુવતીઓ અને યુવકોના શોખ એકબીજાની દેખાદેખીને કારણે વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે,તેમાંય મેટ્રોસિટીની તો વાત જ પૂછવા જેવી નથી,અમે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે ભારે અચરજ પમાડનારી છે,અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં રહેતા પતિને હનીમૂનમાં પત્નીનો કડવો અનુભવ થયો હોવાની ઘટના સામે આવી છે,

હનીમૂનમા પત્નીએ બિયર પીવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.જેની પતિએ ના પાડતા હોટલમાં અન્ય પ્રવાસીઓના દરવાજા ખખડાવી હેરાન કર્યા હતા અને બિયર નથી પીવડાવી તો તમે હવે કેવી રીતે લગ્નજીવન જીવો છો તેમ કહી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. જેને લઈ પતિએ પત્ની અને તેના પરિવાર સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,


અમદાવાદની તારંગાહિલ સોસાયટીમાં રહેતા અનિલ નામના યુવકના લગ્ન બાદ બંને મિત્ર સર્કલ સાથે ઇન્ડોનેશિયાના બાલી ફરવા ગયા હતા.જ્યાં પત્નીએ  બિયર પીવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેની પતિએ ના પાડી હતી,અને ઘરે આવ્યા બાદ પતિને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું,જે બાદ છૂટાછેડા લેવા હોય તો ૨૦ લાખ રૂપિયા આપી દો નહીંતર તમારા પરિવારને ખોટા કેસમાં ભરાવી દઈ પાયમાલ કરી નાખીશું કહી છૂટાછેડા માટે વોટ્સએપમાં પતિને ધમકીઓ પણ આપી હતી.અંતે કંટાળી ચુકેલા પતિએ પત્ની અને તેના પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.