જયારે પત્નીએ પતિ સામે નોંધાવી આ મતલબની ફરિયાદ 

ક્યાંની છે આ ઘટના...

જયારે પત્નીએ પતિ સામે નોંધાવી આ મતલબની ફરિયાદ 

Mysamachar.in-અમદાવાદ:

મેટ્રોસીટીમાં સમયાંતરે સામે આવતા અમુક કિસ્સાઓ ક્યારેક વિચારતા કરી દે છે, આવો પતિ પત્ની વચ્ચેનો એક કિસ્સો છેક પોલીસમથક સુધી પહોચ્યો છે,પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવી અને પતિ બાથરૂમમાં શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે, અને જો તેની સાથે બાથરૂમમાં શારીરિક સંબંધ ના બનાવે તો પતિ તેણી સાથે મારપીટ કરતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે, 

અમદાવાદના ગોમતીપુરમાં વસવાટ કરતી એક  મહિલાએ થોડાવર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા, મહિલાએ  જણાવ્યું હતું કે, લગ્ન પછી તરત સાસરિયાવાળા યુવતીને દહેજ માટે હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. તે ઉપરાંત મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, તે દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બાથરૂમમાં  બનાવવા માટે જબરદસ્તી મને બાથરૂમમાં લઇ જતો હતો. અને મહિલા તેમ ના કરે તો તેની સાથે મારપીટ પણ કરતો હતો,પોલીસે તેણીની ફરિયાદને આધારે સાસરિયા પક્ષના પાંચ સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.