જયારે પરિવાર લગ્નપ્રસંગની યાદોથી રહ્યો વંચિત અને મામલો પહોચ્યો કોર્ટમા..

કોર્ટે આવો કર્યો આદેશ..

જયારે પરિવાર લગ્નપ્રસંગની યાદોથી રહ્યો વંચિત અને મામલો પહોચ્યો કોર્ટમા..

Mysamachar.in-અમદાવાદ:

કોઈના ઘરે લગ્નપ્રસંગ હોય તો તે પ્રસંગને યાદગાર બનાવવા માટે પરિવાર જે-તે ફોટોગ્રાફરને બોલાવી અને શુટીંગ અને ફોટોગ્રાફી કરાવતા હોય છે,જેથી પ્રસંગની યાદો જીવંત રહી શકે...પણ અમદાવાદ શહેરની ગ્રાહક કોર્ટમાં એક એવો કેસ સામે આવ્યો છે,જેમાં એક પરિવારે પ્રસંગે ફોટા તો પડાવ્યા પરંતુ ફોટોગ્રાફરે વીડિયો સીડી તેમજ આલ્બમની ડિલિવરી જ ના કરતાં પરિવારને લગ્ન જીવનની યાદો માણવાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે,

 
શેલા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ ગ્રાહક કોર્ટમાં એવી ફરિયાદ કરી હતી કે પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ફોટોગ્રાફીનું કામ કરાવેલ હતું,જોકે લગ્નના ત્રણથી ચાર મહિના પછી પણ વીડિયો અને આલ્બમની માગણી કરી તો તેમને વાયદા બતાવવામાં આવ્યા હતા,અને ફોટોગ્રાફર દ્વારા સીડી-આલ્બમની ડિલિવરી કરી નહોતી દીકરાના લગ્ન પ્રસંગે સગાઓ સાથે આનંદ ઉમંગથી જે ફોટા પડાવ્યા હતા તે જોઈ શકેલા નહિ.આમ લગ્ન પ્રસંગની તેઓ યાદ માણી શકતાં ના હોવાથી ત્રાસ બદલ પાંચ લાખની ડિમાન્ડ કરવામાં આવી હતી,
 
આ કેસમાં ગ્રાહક કોર્ટે ફોટોગ્રાફી ક્ષેત્રે સંકળાયેલા બે લોકોને ૨૦ હજારનો દંડ તો ફટકાર્યો છે,સાથે જ વીડિયોગ્રાફીની સીડી, ફોટોગ્રાફ્સનું આલ્બમ એક મહિનામાં ફરિયાદીને પૂરા પાડવા હુકમ કર્યો છે,જો આવું કરવામાં નિષ્ફળ જાય તો ૮૦ હજાર ૮ ટકા વ્યાજ સાથે ચુકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.