જયારે આ કારમાં પાંચ વર્ષના બાળકનો ગયો જીવ..

કેમ થયું આવું વાંચો...

જયારે આ કારમાં પાંચ વર્ષના બાળકનો ગયો જીવ..

Mysamachar.in-અમદાવાદ:

હમણાં તો વેકેશન ચાલી રહ્યું છે,એટલે બાળકોને મોજ છે,અને વાલીઓ પણ બાળકોને શેરી-ગલ્લીઓમા રમવા માટે છુટછાટ આપતા હોય છે,ત્યારે આજે અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે,જે દરેક ને હચમચાવી દે તેવી છે,અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક બાળકનું બિનવારસી કારમાં ગૂંગળામણથી મોત થયાનો હચમચાવી દે અને વિચારતા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે.બાળક રમતા રમતા ક્યારે કારમા અંદર પૂરાઈ ગયો તેના પર કોઈનું ધ્યાન ન ગયું.અને એ બાળકનું અંતે ગૂંગળાઈ જતા મોત નીપજ્યું...


માહિતી મળે છે તે પ્રમાણે બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં પાયલ પ્લાઝા આવેલુ છે.ત્યાં નજીકમા જ એક એસ્ટીમ કાર છેલ્લાં 15-20 દિવસથી બિનવારસી હાલતમાં પડી હતી.ત્યારે આજે બપોરના સુમારે  5 વર્ષનો અક્ષય આ કાર પાસે રમી રહ્યો હતો.અને રમત-રમતમા તે કારમાં અંદર પુરાઈ ગયો અને કાર અંદરથી લોક થઈ જતા ગૂંગળામણથી અક્ષયનો જીવ ગયો...

અક્ષય કલાકો સુધી ન દેખાતા તેના પરિવારે શોધખોળ શરૂ આદરી હતી, ત્યારે અચાનક તેમની નજર કારમાં અક્ષય પર પડી હતી.તેઓએ કારનો કાચ તોડીને અક્ષયને બહાર કાઢ્યો હતો.તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, પણ માતાપિતાના હાથ ત્યારે હેઠે પડી ગયા જયારે અક્ષયની સારવાર કારગત ના નીવડી અને તે મોતને ભેટ્યો...