અસુવિધાથી ભરપુર જી.જી.હોસ્પિટલમા શું હોસ્પિટલ સતાવાળા માત્ર તમાશો જ જુએ છે.?

અનેક અજાણ્યા હોસ્પિટલના આંગણે મોતને ભેટે છે

અસુવિધાથી ભરપુર જી.જી.હોસ્પિટલમા શું હોસ્પિટલ સતાવાળા માત્ર તમાશો જ જુએ છે.?

Mysamachar.in-જામનગર:

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી એવી જી.જી.હોસ્પિટલમા ભરપુર અસુવિધા હોવા છતા શું અધિક્ષક માત્ર તમાશો જુએ છે.? તેવા સવાલો ઉઠી રહ્યો છે, દર્દીઓની કરૂણતા છે, દાનમા આવેલા નવા અનેક સાધનો વ્હીલ ચેરો  સ્ટ્રેચરો ધુળ ખાય છે, અને ભાંગેલ તુટેલ વપરાય છે જે પણ દર્દીઓના સગાએ સ્ટ્રેચર લઇ જવાનુ સ્ટાફ તો બાદશાહી ભોગવે જે કદાચ અધિક્ષકે ધ્યાને લેવા જેવી બાબત ખરા.. ઉપરથી એક્સ-રે મશીન વારંવાર બંધ થતા અનેક દર્દીઓ રઝળી પડે છે કેમ કે આ મશીનો  જુના છે, તેની આવરદા પુરી થઇ ગઇ છે, જો કે અમુક જ નવા છે, તેમાં પણ ટાઈમિંગવાળું કામકાજ હોય દર્દીઓ કલાકો સુધી પરેશાન થતા રહે છે, ગેરવહીવટ માટે પંકાયેલ  જી.જી હોસ્પીટલ જાણે સમસ્યાઓનું ઘર બની ગયુ હોય તેમ એક પછી એક સમસ્યા ઉદભવી રહી છે. 

હોસ્પીટલમાં એક સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ અવારનવાર થતું જ રહે છે, સરકારના લાખો રૂપિયાના પગાર ખાતા હોસ્પિટલના અધિકારીઓમાં જાણે માનવતા નેવે મુકાઇ ગઈ હોય તેમ હોસ્પિટલના આંગણે જે ભિક્ષુક જેવા લોકોના મોતની કેટલીય ઘટનાઓ હમણા જ સામે આવી ચુકી છે, હોસ્પીટલમાં મુખ્ય એક્સ-રે મશીન વારંવાર બંધ થતા દર્દીઓમાં દેકારો બોલતો રહે  છે.એક્સ-રે મશીન બંધ થતા ઓર્થોપેડીક અને સર્જીકલ વિભાગના હજારો દર્દીઓ એક્સ-રે માટે રઝળી પડતા હોય છે, હોસ્પીટલમાં વારંવાર એમઆરઆઇ મશીન અને એક્સ-રે મશીન બંધ હાલતમાં જોવા મળે છે. અને ઢીલી નિતીના કારણે મહિનાઓ સુધી બંધ હાલતમાં રહેતા ખાનગીમાં દર્દીઓ ના છુટકે લુંટાતા રહેતા હોય છે, પણ ખૂટતી સુવિધાઓ વચ્ચે પણ હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં રોગચાળાના સમયે પણ તબીબો અને સ્ટાફ દ્વારા થતી સેવા ખરેખર ધન્યવાદ ને પાત્ર છે, પણ વહીવટ સુવ્યવસ્થિત નથી ચાલતો તે વાત પણ સમયાંતરે ઉભરી આવતી ખામીઓ સ્પષ્ટ કરે છે.