જામજોધપુર MLAએ ખેડૂતોને થતા અન્યાય મુદ્દે CMને શું લખ્યો પત્ર..?

આંદોલનની પણ આપી ચીમકી.

જામજોધપુર MLAએ ખેડૂતોને થતા અન્યાય મુદ્દે CMને શું લખ્યો પત્ર..?

Mysamachar.in-જામજોધપુર:

લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે પાકવીમાની રકમ જાહેર કરવામાં આવી છે. જેમાં મગફળીના પાકવિમાની ટકાવારી ક્યાંક વધુ તો ક્યાંક ઓછી આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસને મુદ્દો મળી જતા જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ ગંભીર આક્ષેપો સાથે મુખ્યમંત્રીને પત્ર લખી આ મામલે રજૂઆત કરી છે,

જામનગર જિલ્લામાં આ વર્ષે ઓછો વરસાદ પડેલ હોય દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. તેવામાં સરકારે ધ્રોલ-જોડિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. પરંતુ જામનગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પણ ઓછો વરસાદ પડેલ હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે. તેવામાં મગફળીના પાકવિમાની ટકાવારીમાં તાલુકાવાઈઝ ક્યાંક ઓછી કયાક વધુ આપો માં આવતા હોબાળો મચી ગયો છે,

આ મામલે જામજોધપુરના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયા પોતાના મતવિસ્તાર જામજોધપુરમાં મગફળીના પાક વીમાની રકમ ૧૩.૮૮ ટકા અને લાલપુર તાલુકામાં ૧૬.૬૯ ટકા જાહેર કરવામાં આવતા વિરોધ કરીને સામાન્ય પાક વિમો જાહેર કરી ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જણાવ્યું છે કે ક્રોપ કટિંગ સમયે ઈરાદાપૂર્વક પિયતવાળા બ્લોક પસંદ કરીને ઉત્પાદનના આંકડામાં ગોબાચારી આચરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને આ મામલે ઘટતી કાર્યવાહી કરવા સરકારને તાકીદ કરી છે અને જો કોઈ કાર્યવાહી  ના થાય તો ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.