જામનગર મનપાની સામાન્ય સભા,મીડિયાના કેમેરાથી મેયરને એલર્જીનું કારણ શું.?

અમિત કણસાગરાના ઠરાવમા વહીવટનો વિપક્ષનો આક્ષેપ

જામનગર મનપાની સામાન્ય સભા,મીડિયાના કેમેરાથી મેયરને એલર્જીનું કારણ શું.?

Mysamachar.in-જામનગર

મહાનગરપાલિકાની દર બે માસે મળતી સામાન્યસભા આજે જનરલબોર્ડ સભાગૃહમા મળી હતી,આજે મળેલી સામાન્યસભામાં સૌથી કોઈ બાબત ખાસ રહી કે જ્યારથી સામાન્યસભાની શરૂઆત થઇ ત્યારથી જ જાણે મેયર હસમુખ જેઠવાને મીડિયાના કેમેરા જોઈને એલર્જી ઉપડતી હોય તેમ વારંવાર કહી રહ્યા હતા કે કેમેરા બંધ કરો...કેમેરા બંધ કરો..ખરેખર તો જયારે સામાન્ય સભા હોય ત્યારે આજકાલ થી નહિ પણ વર્ષોથી જે પ્રમાણે ચાલ્યું આવે છે તેમ મીડિયા કર્મીઓ અહી ઉઠતા પ્રશ્નોને લોકો સમક્ષ ઉજાગર કરે છે,અને સામાન્યસભા ગૃહમાં સામાન્ય લોકો પ્રતિબંધિત છે,ત્યારે એકમાત્ર મીડિયા અહી ઉઠતા પ્રશ્નોને તટસ્થ વાચા આપવાનું કામ કરે છે,

પણ આજે મેયર હસમુખ જેઠવાને કેમેરા જોવાથી એલર્જી ઉપડી હોય તેમ તેવોએ કેમેરા બંધ બંધ કરો નું રટણ એજન્ડા આઇટમ નંબર ૭ એટલે કે જુનીયર ઈજનેર અમિત કણસાગરા ને સીધા જ કાર્યપાલક ઈજનેર ડ્રેનેઝમા નિમણુંકની ચર્ચા વિપક્ષના સભ્યો દ્વારા શરૂ કરવામાં આવી ત્યારે મીડીયાએ કેમેરા શરૂ કરતા મેયરના તઘલખી નિર્ણય સામે મિડીયાકર્મીઓ રોષે ભરાઈ અને એક તબક્કે સભાગૃહ બહાર નીકળી ચુક્યા હતા,જે બાદ વિપક્ષ નેતા અલ્તાફ ખફી એ આ મુદામા મોટો ભ્રષ્ટાચાર થયો હોય મીડિયાને ટાળવા માટે આવું વર્તન મેયર કરી રહ્યાનું જણાવતા મિડીયાકર્મીઓ ફરી અંદર ગયા હતા,

અમિત કણસાગરા ની ભરતી મામલે વિપક્ષના સભ્યોએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા,અને યોગ્ય લાયકાત ના હોવા છતાં પણ તેને આ રીતે નીતીનીયમો નેવે મુકીને ભરતીનો ઠરાવ મંજુર કર્યાનો આક્ષેપ વિપક્ષ સભ્યોએ કર્યો હતો,અને એક વિપક્ષ સભ્યએ તો આ મુદ્દે કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી હતી,આનંદ ગોહિલે કહ્યું કે જે-તે સમયે ડ્રેનેજ કાર્યપાલક ઈજનેર સહીત ૫ જગ્યાઓ ભરવા માટેની અરજીઓ હતી,પણ આ એક જ ભરતી સીધા જ જુનીયર ઈજનેર થી કાર્યપાલક ઈજનેરની નિમણુંકને ઐતિહાસિક ઘટના મનપાના ઇતિહાસમાં ગણાવી,અને શાશકોએ આ મામલે મોટો વહીવટ કરી મીડિયાને મેયરે અપમાનિત કર્યાની ઘટના વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ દુખદ ગણાવી હતી.