ગે.કા. બાંધકામ તોડવામાં "...તાણે સીમ ભણી..તાણે શહેર ભણી" જેવો ઘાટ

જે ડીમોલીશન કર્યા ત્યા હવે શું છે?  

ગે.કા. બાંધકામ તોડવામાં "...તાણે સીમ ભણી..તાણે શહેર ભણી" જેવો ઘાટ
file image

Mysamachar.in-જામનગર:

જામનગરમા ઠેર ઠેર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો તોડવામાં " શિયાળ તાણે સીમ ભણી ને કુતરૂ તાણે શહેર ભણી" જેવો ઘાટ ઘડાયો છે,કેમ કે એક જુથ આ અંગે પગલા લેવાની તરફેણમા છે તો બીજુ જુથ પગલા ન લેવાની જોરદાર તરફેણ કરે છે,જો કે આ બંને બાબતો પાછળ અકળ અને સબળ કારણો છે,કેમ કે તરફેણ અને વિરોધ પાછળ કોઇ ને કોઇ હેતુ કે હિત સમાયેલુ હોય છે.મહાનગરપાલિકામા લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામ કે દબાણના રક્ષણ માટેની સીસ્ટમ અમલમાં છે,તે સૌ જાણે છે તો તેની સામે આવા અનઅધિકૃત ખડકલાના અનેક કારણોસર વિરોધ કરનારા એમ બે જુથો અમલમા રહે  જ છે,

ગેરકાદેસર બાધકામ કરનારાઓએ એક યા બીજા પ્રકારે રોયલ્ટી ચુકવવી પડે છે,અથવા કંઇ લાભ આપવો કે અપાવવો પડે છે,અથવા પીઠબળ રજુ કરવુ પડે છે,ત્યારે દેખીતુ છે કે જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ કે અન્ય કોઇ ફાયદા લીધા હોય કે લેવાના હોય તેવા લોકો ગેરકાયદેસર બાંધકામની તરફેણ કરે તે સ્વાભાવિક છે,તેમજ બીજી બાજુ  આવા બાંધકામ દુ્ર કરવા જોમથી રજૂઆત  કરનારાઓમાં થી અમુકની પેટની ચુંક અલગ કારણોથી હોય છે,પરંતુ અત્યાર સુધી થયુ છે એવુ કે "રક્ષણ" અપાવનારા વધુ મજબુતાઇ થી જમાવટ કરી રહ્યા છે,કેમ કે આ "રક્ષણ" નુ ટર્નઓવર મોટુ છે,માટે જ્યારે-જ્યારે પગલા લેવાની હલચલ થાય ત્યારે વાતમાં પણ એકસૂર નથી હોતા અંદરો-અંદર ખેંચતાણ શરૂ થઇ જાય છે,અને વિરોધપક્ષે પણ ઘણી વખત કશુ કરવુ પડતુ જ નથી કેમ કે આ અંદરો-અંદર "શિયાળ તાણે સીમ ભણી અને કુતરૂ તાણે શહેર ભણી" જેવો ઘાટ ઘડાય છે.

-જે ડીમોલીશન કર્યા ત્યા હવે શું છે?

મહાનગરપાલિકા માટે એમ તો "રક્ષિત" નથી હોતા તેવા કે ના છુટકે એકલ-દોકલ બાંધકામ તોડવા પણ પડે છે,તેમાંય રોડ દબાણ ,ટી.પી.સ્કીમની જગ્યામા દબાણ હોય તેમાંથી અમુક તોડવા પડ્યા છે,પરંતુ ત્યારબાદ ત્યા શુ સ્થિતિ છે? છેલ્લા પાંચ વર્ષમા થયેલા ડીમોલીશનમાંથી દરેક જગ્યા હાલ પણ ખુલ્લી હોય તેવુ માનવાને કારણ નથી,બીજી તરફ ડીમોલીશન એ શુદ્ધ ફરજના ભાગરૂપે દરેક વખતે નથી હોતા... કેમ કે કાં તો તે દબાણ કરનાર ને ચમત્કાર બતાવવાનો હોય છે કાં તો જુજ કામ દર્શાવી માનીતા કે અણમાનીતાઓ ને સંદેશો આપવાનો હેતુ પણ હોઇ શકે તેવુ વિશ્ર્લેષકોનુ તારણ છે.