લે ભારે કરી...ATMમાં એવું તે શું બન્યું કે ફટાફટ બંધ કરવું પડ્યું

રસપ્રદ કિસ્સો

લે ભારે કરી...ATMમાં એવું તે શું બન્યું કે ફટાફટ બંધ કરવું પડ્યું

Mysamachar.in-વડોદરાઃ

છેલ્લા કેટલાક સમયથી ATMમાં છેડછાડની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. જો કે બેંકો દ્વારા પણ સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે ATM તોડી લૂંટ કરવામાં ઘણા ચોર નિષ્ફળ પણ બન્યા છે. પરંતુ આ બધાની વચ્ચે વડોદરામાં ICICI બેંકના એટીએમમાં વિચિત્ર ઘટના બની. આ એટીએમમાંથી જેટલા નાણાં ઉપાડવાના હોય તેનાથી વધારે નીકળી રહ્યા હતા. જેમ કે રૂપિયા 100ના બદલે 500 રૂપિયા નીકળતા હતા. મફતમાં પૈસા મળી રહ્યાં હોવાની વાત વાયુવેગે સમગ્ર શહેરમાં ફેલાઇ અને મોટી સંખ્યામાં લોકો આ ATM તરફ દોડ્યા, પરંતુ આ વાતની જાણ પોલીસ અને બેંક કર્મચારીઓને પણ થઇ ગઇ. જેથી તેઓએ તુરંત ATM બંધ કરી દીધું. આ અંગે ATMમાં પૈસા લોડ કરતાં કર્મચારીએ જણાવ્યું કે એ.ટી.એમ.માં સર્જાયેલી ટેક્નિકલ ખામીના કારણે રૂપિયા 100ના બદલે રૂપિયા 500 નીકળી રહ્યા હતા. એ.ટી.એમ.ને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. અને રૂપિયા 100ના બદલે રૂપિયા 500 કેટલાં ગ્રાહકો લઇ ગયા તે અંગે તપાસ બાદ ખબર પડશે.