કુંવરજી બાવળિયાના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ શું કહ્યું વિક્રમ માડમ એ...

વિક્રમ માડમ એ કુંવરજી બાવળિયાના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે .....

mysamachar.in-જામનગર:રાજકોટ સહીત સૌરાષ્ટ્રના કોંગ્રેસ ના દિગ્ગજ નેતા અને કોળી સમાજના અગ્રણી એવા કુંવરજી બાવળિયા એ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને તેવો એ ધારાસભ્યપદેથી રાજીનામું પણ આપી દીધું છે..ત્યારે કોંગ્રેસ માટે સૌરાષ્ટ્ર માં આ સૌથી મોટો ઝટકો હોવાનું પણ કોંગી નેતાઓ માની રહ્યા છે...
સૌરાષ્ટ્રના કેટલાય કોંગી નેતાઓ એવા છે જે પક્ષના નેતાઓની નીતિરીતિઓ ને લઈને ગૂંગળામણ અનુભવી રહ્યા છે...પણ કોઈક એવા છે જે મીડિયા સામે બેસી જાય છે તો કોઈક મનની મનમાં રાખી અને સંતોષ માની લે છે..એવામાં કોંગી અગ્રણી કુંવરજી બાવળિયા નું રાજીનામુ  આપતા જ કેટલાય નેતાઓની પ્રતિક્રિયાઓ આજે સામે આવી રહી છે..
જામનગર ના પૂર્વ સાંસદ અને હાલ ખંભાળિયા બેઠકના ધારાસભ્ય વિક્રમ માડમ એ કુંવરજી બાવળિયાના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કુંવરજીના જવાથી કોંગ્રેસને ચોક્કસથી નુકશાન થશે..સાથે જ પોતાની વાત રજુ કરતાં વિક્રમ માડમ એ એમ પણ કહ્યું કે જો પાર્ટીમાં પોતાનું સ્વમાન નહિ જાણવાય તો રાજકારણ છોડી દેશે.. પણ ક્ય્રારેય તેના ખભા પર કેસરિયો હોય જ ના શકે તેવી વાત પણ માડમ એ આજે મીડિયા સાથેની વાતચીત દરમિયાન સ્પષ્ટ કરી હતી...
આમ ના માત્ર કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસના કેટલાય નેતાઓ પક્ષથી નારાજ છે..અને આગામી લોકસભાની ચુંટણીઓ પૂર્વે આવા નેતાઓ ની નવાજુની ક્યાં પક્ષને કેટલો ફાયદો અને કેટલું નુકશાન કરશે તે જોવું પણ રસપ્રદ બની રહેશે..

કુંવરજી બાવળિયા ને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરાશે...

કુંવરજી બાવળીયાના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એ જણાવ્યું હતું કે કુંવરજી કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ હતા..અને આજે તેવોએ કોંગ્રેસના ધારાસભ્યપદેથી વિધાનસભા અધ્યક્ષ ને રાજીનામું આપ્યું છે..અને તેવો નો મંત્રીમંડળમાં સમાવેશ થશે તેવો ઈશારો પણ નીતિન પટેલ એ કર્યો હતો...