ખનીજ ચોરીની ડ્રોનથી તપાસ બાદ "ફીંડલુ" વળી ગયુ..

મોટા માથાઓએ સેટીંગ કરાવ્યાની ચર્ચા

ખનીજ ચોરીની ડ્રોનથી તપાસ બાદ "ફીંડલુ" વળી ગયુ..

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામા અને દ્વારકા જિલ્લામા બેફામ ખનીજ ચોરી એ કંઇ નવી વાત નથી તેમાય રેવન્યુ પોલીસ અને ખાણ ખનીજની અમુક કિસ્સાઓમા મીઠી નજર ના કારણે ગૌણ અને મુખ્ય બંને પ્રકારની ખનીજ ચોરી એ હદ વટાવી છે, ત્યારે અમુક કર્મચારી દુધે ધોયેલા હોય તેવુ નર્યુ નાટક કરે છે પરંતુ જોડીયાનુ બહુ ગાજેલુ પ્રકરણ સાવ બેસી ગયુ છે, ધ્રોલ, જોડીયા, પડધરી તાલુકાઓની નદીઓના પટમાંથી થઇ રહેલી માટી મોરમ રેતીની ચોરી અંગે વારંવાર તપાસો થઇ તેમાંય વળી એક ઉત્સાહી કર્મચારી એ તો ડ્રોનકેમેરાથી તપાસ કરાવતા તે તપાસના છેડા ક્યાંય છેક ટચ થતા હતા માટે મોટા માથાઓએ સેટીંગ કરાવ્યાની ચર્ચાએ જોર પકડ્યુ છે, જો કે તાજેતરનુ ભારે ચોમાસુ ખનીજ ચોરો ને નડ્યુ પરંતુ હવે તો કોરાળુ છે માટે ફરીથી ધમધમાટ શરૂ થયા છે, હવે જોઇએ સેટીંગ જળવાય છે કે કંઇ ખુલ્લુ પડે છે.