રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોના પ્રશ્નોનું શું થયું, જાણો

પ્રાથમિક શિક્ષક સંઘે કર્યું હતું આદોલન

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોના પ્રશ્નોનું શું થયું, જાણો

Mysamachar.in-જામનગર:

ગુજરાતમાં ફરજ બજાવતા પ્રાથમિક શાળાના ૧૯૯૭થી ભરતી થયેલા તમામ બાલગુરુ તથા વિદ્યાસહાયક શિક્ષકોની ફિક્સ પગારની નોકરીને સળંગ સિનિયોરીટીમાં અન્યાય મામલે અનેક વખત રજૂઆતો કર્યા બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગરના વિધાનસભાના ઘેરાવ કાર્યક્રમના અંતે સરકારે શિક્ષકોની આ માંગણીને સ્વીકારી લેવામાં આવતા શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે,

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા Mysamachar.in ની શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૨૩ વર્ષથી શિક્ષકોનો આ પ્રશ્ન હતો. સરકાર સાથે બેઠક થયા બાદ આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે અને સરકારે તારીખ ૦૮/૦૩/૨૦૧૯ ઠરાવથી નિર્ણય લઈને શિક્ષકોની ફિક્સ પગારની નોકરીનો સમયગાળો, બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ, નિવૃત્તિ સમયે મળવાપાત્ર લાભો નિયમોને આધિન રહીને આપવામાં આવશે જેની અમલવારી ૦૧/૦૪/૨૦૧૯ થી થશે જેની જાણકારી આપી હતી,

આમ ગુજરાત રાજ્યમાં સરકારી શાળામાં ફરજ બજાવતા ૨ લાખ શિક્ષકોમાંથી ૧.૨૫ લાખ શિક્ષકોનો આ પ્રશ્ન ઉકેલાયો છે.ઉપરાંત શિક્ષકોના અન્ય પ્રશ્નો પણ હોય જેનું સરકારે હકારાત્મક વલણ રાખીને યોગ્ય કાર્યવાહીની પ્રાથમિક શિક્ષકસંઘને ખાતરી આપી છે, ત્યારે મહત્વના ફિક્સ પગારની નોકરીનો સમયગાળો સળંગ ગણવાના આ નિર્ણયથી હાલ તો અસરકર્તા શિક્ષકોમાં ખુશીનો માહોલ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.