નેકસેસ ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઇલ જુગારની રેઇડનો જુઑ VIDEO...

પોલીસે ૨૨ લાખનો મુદામાલ કબજે કર્યો..

mysamachar.in-ગાંધીધામ

કચ્છના ગાંધીધામ માથી હાઇપ્રોફાઇલ જુગારની ક્લબ પર આર.આર.સેલની ટીમે દરોડા પાડીને ક્લબમાથી ૧૫ જેટલા મોટા માથાઓને ૨૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવતા મોટા માથાઓના પગતળે રેલો આવો ગયો હતો અને પોલીસ પર રાજકીય દબાણ કરાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા પણ તેમાં જુગારીયાઓને સફળતા મળી ન હતી અને પોલીસે તેની કાર્યવાહી યથાવત રાખી હતી,

મળતી માહિતી મુજબ એક નાગરિક દ્વારા નેકસેસ ક્લબમાં આ રીતે મોટા માથાઓ જુગાર રમી રહ્યા છે તેવી માહિતી સીધીજ રેન્જ આઈ.જી.ને આપતા આદિપુર ગાંધીધામ વચ્ચે આવેલ નેકસેસ ક્લબમાં આર.આર.સેલની ટીમે દરોડો પાડીને ધમધમી રહેલી હાઇપ્રોફાઇલ જુગારની ક્લબમાથી ૧૫ શખ્સો,૧.૫૦ લાખ રોકડા,૧૮ મોબાઈલ, ૯ વાહનો સહિત કુલ ૨૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરવામાં આવી છે,

જે રીતે પોલીસ સૂત્રો માથી વિગતો મળી રહી છે તે પ્રમાણે આ હાઇપ્રોફાઇલ જુગારની ક્લબમાથી સ્ટર્લિંગ હોસ્પિટલ નું સંચાલન કરતાં રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમોદ બંસલ સહિત ૧૫ જેટલા મોટા માથાઓને ઝડપી લેવામાં આવતા ચકચાર જાગી છે.