ચેતજો...તમારા ઘરે આવતા ગેસ સીલીન્ડરમાં પણ આવું ના હોય..!

VIDEO જોવા ક્લીક કરો..

mysamachar.in-જુનાગઢ

છેલ્લા કેટલાક કલાકો દરમિયાન સોશ્યલ મીડિયામાં ગેસના સીલીન્ડરમાં થી ગેસને બદલે પાણી નીકળી રહ્યાનો વિડીયો ખુબ વાઈરલ થઇ રહ્યો છે,આ વિડીયો જુનાગઢ શહેરનો હોવાનું સામે આવી રહ્યું છે,જેમાં ગેસ સિલિન્ડરમાં ગેસના બદલે 2 બાલદી જેટલું પાણી નીકળ્યું અને લોકોએ ગેસના બોટલમાંથી આ પાણી નીકળતો વિડીઓ બનાવ્યો....આ ઘટનાએ એક ચર્ચાને જોર આપ્યું કે શુ આ છે વિકાસ...!!

જૂનાગઢના જોષીપુરામાં રહેતા કિશોરભાઈ સાવલીયાનાં ઘરે ગેસની બોટલ ખાલી થઈ ગઈ હતી છતાં બોટલમાં વજન લાગતુ તેઓ બાટલો લઇ આવ્યા પરંતુ બોટલમાંથી ગેસ નીકળ્યો ન હતો. તેમણે વાલ્વ દબાવતા પાણી નિકળવાનું શરૂ થયું હતું . આથી તેમણે બાટલો ગેસનો ભરેલો છે કે પાણીનો....તે ચેક કરવા એમણે સીલીન્ડરના વાલ્વમાં પાણીની નળી ફીટ કરી જોયું તો નળમાંથી જેમ પાણી આવે તેમ પાણી આવવાનું શરૂ થયું હતું. અંદાજે દોઢથી બે બાલદી પાણી ગેસની બોટલમાંથી નીકળતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું,

આ ઘટનાએ સમગ્ર જુનાગઢ સહીત ગુજરાતમાં ભારે અચરજ પમાડયું છે,સાથે જ જે લોકો પોતાના ઘરોમાં સીલીન્ડર વાપરે છે તેના માટે આ ચેતવા જેવો કિસ્સો પણ જરૂર થી કહી શકાય તેમ છે, 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.