જામનગર PGVCL અધિક્ષક ઈજનેરનું સ્વૈચ્છીક રાજીનામું સ્વીકારાયું

અધિક્ષક ઈજનેર તરીકે ભાવનગરના એસ.આર.રાડાની નિમણૂક

જામનગર PGVCL અધિક્ષક ઈજનેરનું સ્વૈચ્છીક રાજીનામું સ્વીકારાયું

Mysamachar.in-જામનગર

જામનગર PGVCL ના અધિક્ષક ઈજનેર તરીકે ફરજ બજાવતા એ.કે.મહેતા દ્વારા તેમના કાર્યકાળમાં પ્રશંસનીય કામગીરી દર્શાવી અનેરી લોકચાહના મેળવી છે, ઉપરાંત તેઓએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિપુલ પ્રમાણમાં થતી વીજચોરીને ડામવા ખાસ ડ્રાઈવ હાથ ધરી અનેરી સિદ્ધિ મેળવી છે, દરમિયાન તેઓ દ્વારા ગત તારીખ 15 નવેમ્બર 2019 ના રોજ તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું આ રાજીનામું આપતા PGVCL ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો

અધિક્ષક ઈજનેર એ.કે.મહેતાના રાજીનામાં આપ્યા પછી PGVCLના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેઓની પ્રસંશનીય કામગીરીને ધ્યાને લઇ રાજીનામું પરત ખેંચવા દરમિયાનગીરી કરવામાં આવી હતી, પરંતુ એ.કે.મહેતા દ્વારા તેઓનો નિર્ણય અડગ હોવાના પગલે રાજકોટ હેડ ઓફિસ થી જામનગરના અધિક્ષક ઈજનેર એ.કે મહેતાનું રાજીનામું તારીખ 6 મેં ના રોજ સ્વીકારી લેવામાં આવ્યું છે, અને તેઓને તારીખ 16 મેં ના સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની મુદત ફાળવવામાં આવે છે, તેમજ તેઓના સ્થાને ભાવનગરના એસ.આર રાડા ની નિયુક્તિ કરવામાં આવી છે.