ગંદકીમા સબડતા જોડીયાના ગ્રામજનો...

તાલુકા મથક જેવુ  કંઇ જ નહિ...

ગંદકીમા સબડતા જોડીયાના ગ્રામજનો...

Mysamachar.in-જામનગર:

જિલ્લાના જોડિયા શહેરમાં ઠેર-ઠેર જાહેરમાર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય છવાતા રોગચાળો ફાટી નિકળ્યો છે, જોડિયા ગ્રામ પંચાયત પાસે હાલ સફાઇ કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા નથી તો બીજી બાજુ સફાઇના અભાવે શહેર આખામાં ગંદકીના ગંજ ખડકાયા છે.જોડિયા ગ્રામ પંચાયતને મળવાની થતી 1.44 કરોડની ઓક્ટ્રોય ગ્રાંટ ન મળતા પંચાયતનો વહીવટ પણ ખાડે ગયો છે,

જામનગર શહેર તેમજ જિલ્લા ભરમાં રોગચાળો ફાટી નિકળ્યો છે.જામનગરની જી.જી.હોસ્પિટલમાં દરરોજ ડેન્ગ્યુના કેસ નોંધાઇ રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ ડેન્ગ્યું અને મલેરિયાના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે જામનગરના જોડિયા શહેર ગંદકીનું શહેર બન્યું હોય તેમ ઠેર-ઠેર જાહેર રસ્તાઓ પર ગટરના પાણી ઉભરાઇને બહાર આવ્યા છે. શહેરમાં સ્વચ્છતા, વિજળી અને પાણી સહિતની સમસ્યા વર્ષોથી જોવા મળી રહી છે. આ તમામ સમસ્યાને ઉકેલવા માટે ગ્રામ પંચાયત પાસે ભંડોળનો અભાવ છે.છેલ્લા બે-ત્રણ વર્ષથી પંચાયતના 12 જેટલા સફાઇ કર્મચારીઓનો પગાર પણ ચુકવાયો નથી. તો પંચાયતી 1.44 કરોડની ગ્રાંટ ન મળતા પંચાયતનો હાલ વહીવટ ખાડે ગયો છે.શહેરમાં ગંદકી રાજથી રાહદારીઓને પસાર થવું ભારે બન્યું છે.આગામી સમયમાં શહેરમાં રોગચાળો ફાટી નિકળે તો નવાઇની વાત પણ નહી.

-તાળાબંધી પણ ફેઇલ

જોડિયા ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવી તેમ છતાં કોઇ નિરાકરણ ન આવ્યું હોય ગ્રામ પંચાયતની ઓક્ટ્રોય ગ્રાંટ છેલ્લા લાંબા સમયથી ન મળતા પંચાયત પાસે ફંડોળ જ નથી. ઓક્ટ્રોય ગ્રાંટ ફાળવવા માટે અગાઉ પંચાયતને તાળાબંધી કરી આંદોલન પણ કરાયું હતું. છતા પણ હજુ સુધી ગ્રાંટ ફાળવાઇ નથી. પરિણામે સફાઇ કામદારોને યોગ્ય સફાઇ કરવા દબાણ પણ કરી શકાતુ નથી. આ કેવી કરૂણતા ને ગ્રામજનો ની માઠી.