વિજયભાઈ કહે કે મતદાનની પ્રકિયા જ બાકી...અમારા ત્રણેય ઉમેદવાર જીતેલા જ છે,

કોંગ્રેસ વિષે શું કહ્યું તે પણ વાંચી લો..

વિજયભાઈ કહે કે મતદાનની પ્રકિયા જ બાકી...અમારા ત્રણેય ઉમેદવાર જીતેલા જ છે,
file image

Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેના પહેલા રાજ્યમાં રાજકારણમાં રોજ નવા-નવા વણાંકો આવી રહ્યા છે, એક તરફ કૉંગ્રેસના 5 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપતાં પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પોતાના બાકીના ધારાસભ્યો તૂટે નહીં તે માટે કૉંગ્રેસ તેમને જયપુર લઈ ગઈ છે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજે ફરી એવો દાવો કર્યો છે કે બીજેપીના ત્રણેય ઉમેદવાર ચૂંટણી જીતી જ ગયા છે માત્ર મતદાનની ઔપચારિક્તા જ બાકી છે,

રુપાણીએ દાવો કર્યો કે 'અમારા ત્રણેય ઉમેદવાર સ્પષ્ટ જીતી ગયા છે માત્ર મતદાનની પ્રક્રિયા બાકી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.' રૂપાણીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું, 'કોંગ્રેસમાં આંતરિક જુથવાદ છે, હાઈ કમાન્ડે દોડીનું આવવું પડ્યું, આંતરિક જૂથબંધી છે, કૉંગ્રેસના લોકો જૂઠો પ્રચાર ચલાવી રહ્યા છે. ભાજપના કોઈ પણ ધારાસભ્ય આઘા-પાછા થવાના નથી. અમે કોઈ કેમ્પ બનાવ્યો નથી, કોંગ્રેસને કેમ્પ બનાવવા પડે છે, અને કોંગ્રેસને બધી ચિંતા છે, અમારા સભ્યો તો આજે પણ ખુલ્લામાં જ છે.