નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત, બે યુવકોનાં મોત

ઘટનાસ્થળે જ બંનેનાં મોત

નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત, બે યુવકોનાં મોત

Mysamachar.in-ભરૂચઃ 

ભરૂચ પાસે અંકલેશ્વર નેશનલ હાઇવે પર નિલેશ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી વ્યાપી છે. હાઇવે પરથી બાઇક લઇને 22 વર્ષિય મનોજ વસાવા અને 21 વર્ષિય અજય વસાવા પસાર થઇ રહ્યાં હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બંને યુવકોનાં મોત નીપજ્યા હતા, જ્યારે રસ્તા પર લોહીના ખાબોચ્યા ભરાઇ ગયા હતા. ઘટના બાદ  આસપાસના લોકો અને પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા અને જરૂરી વિગતો મેળવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. તો અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો જેની સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો નેશનલ હાઇવે પર અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.