ગેસ ગળતરથી બે શ્રમીકો બન્યા બેભાન, મચી ભાગદોડ

જામનગરની ઘટના

ગેસ ગળતરથી બે શ્રમીકો બન્યા બેભાન, મચી ભાગદોડ

Mysamachar.in-જામનગર:

જામનગર શંકર ટેકરી ઉદ્યોગનગરમાં એક કારખાનામાં ગેસ ગળતરની ઘટના બનતા ભાગદોડ મચી ગઇ હતી તાકીદે ફાયર બ્રિગેડ અને 108ની ટીમ દોડી જઈને બચાવ કામગીરી હાથ ધર્યા બાદ બે શ્રમિકોને ગેસ ગળતરની અસર થતા જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે,

બનાવની વિગત એમ છે કે જામનગર શંકર ટેકરી ઉદ્યોગનગરમાં ન્યુ આશા એન્ટરપ્રાઇઝ નામના બ્રાસપાર્ટના કારખાનામાં આજે પડતર ટાંકાની સફાઈ કરતા સમયે રાધેક્રિષ્ના અને રોનક નામના શ્રમીકને ગેસ ગળતરની ભયંકર અસર થતા બેભાન બની ગયા હતા અને તાકીદે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કાર્ય હાથ ધરીને બંને શ્રમીકોને જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હોય એક શ્રમીકની ગંભીર હાલત હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.