બે-ત્રણ દિવસે આવતી કચરાગાડી ઉપરથી અયોગ્ય વ્યવહાર

ખુલ્લા વાહનો હોય વાસ આવે કચરો રસ્તા પર ઢોળાય બેદરકારી

બે-ત્રણ દિવસે આવતી કચરાગાડી ઉપરથી અયોગ્ય વ્યવહાર

Mysamachar.in-જામનગર:

જામનગરમાં ચોમાસા બાદ એક તરફ રોગચાળાઍ માથું ઉંચકી નગરજનોને અજગરી ભરડામાં લીધા છે, અને રોગચાળાને નાથવા માટે તંત્ર સહિત રાજ્ય સરકાર પણ ધંધે લાગી છે એવામાં જામનગરના જુદા-જુદા વોર્ડ માં કચરા નિકાલની કાર્યવાહી અવારનવાર બંધ થતી હોવાના લીધે લોકોને ખુબ હાલાકી થાય છે અમુક કચરા ગાડીના ચાલક  કચરા લેવા જાય તે  વિસ્તારોમા લોકો સાથે સારો વ્યવહાર નથી હોતો મહિલાઓની આવી ફરિયાદ છે ઉપરાંત સમયસર ગાડી નથી આવતી ઉપર શરત નુ પાલન થતુ ન હોય ખુલ્લી ગાડીમા લઇ જવાતા કચરાની આ ગાડી થી રસ્તામા જાહેરમા  વાસ ફેલાય છે તેમજ રસ્તા ઉપર કચરા ઢોળાય છે.તે પણ સર્વવિદિત છે.તાજેતરમાં જ જુના કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ જતા નવી પાર્ટીને કામ સોંપાયું છે.