લાલપુરમાં જજના ઘર ઉપરાંત ત્રણ ચોરીને અંજામ આપનાર ગેંગ ઝડપાઈ

મોરબીમાં પણ કરી છે ચોરી

લાલપુરમાં જજના ઘર ઉપરાંત ત્રણ ચોરીને અંજામ આપનાર ગેંગ ઝડપાઈ

mysamachar.in-જામનગર

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો એ ઉપાડો લીધો હોય તેમ એક બાદ એક એમ અલગ અલગ જગ્યાઓ એ નાની મોટી ચોરીની ઘટનાઓ ને અંજામ આપતા હતા,હદ તો ત્યારે થઇ ગઈ કે લાલપુરમાં જ્જ ના ભાડાના મકાનમા પણ હાથ અજમાવી ને ૨૦૦૦ રોકડની ચોરી ઉપરાંત હમણાં હમણાં લાલપુર પંથકમાં થયેલ ત્રણેય ચોરીનો ભેદ ઉકેલવા ઉપરાંત મોરબીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામા લાલપુર પોલીસને સફળતા મળી છે,

લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં જ જજ ના બંગલા ઉપરાંત ઈમીટેશન જ્વેલરીની દુકાન,અને એક સ્થળે મળી કુલ ત્રણ ચોરીઓના બનાવ ને લઈને પોલીસ દ્વારા વોચ ગોઠવતા લાલપુર પોલીસને સામે આવ્યું કે આવી ચોરી કરનાર બે આદિવાસી ઇસમો ગજણા ગામે વાડીમા કામ પણ કરે છે,તે હકીકત ના આધારે પોલીસે તે દિશામાં તપાસ કરતાં બે આદિવાસી ઇસમો કમલ થાનસિંગ ભૂરિયા અને ભૂરા સુરસીંગ અલાવા નામના શખ્સો ને ઝડપી પાડી તેની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં તેની સાથે વધુ ત્રણ કાયદાથી સંઘર્ષિત કિશોરો પણ આ ચોરીઓમા સંડોવાયેલા હોવાની કેફિયત તેને પોલીસને આપી હતી,ઝડપાયેલા બને શખ્સો ની પૂછપરછમા તેવો એ લાલપુર ઉપરાંત થોડા સમય પૂર્વે મોરબીમાં પણ દોઢલાખ ઉપરાંતની ચીજવસ્તુઓની ચોરી કર્યાની કબુલાત આપી છે,લાલપુર પોલીસે બને શખ્સો પાસેથી રોકડા ૩૪૭૨૦/-,સોનાના દાગીના અને કટલેરી મળી ૧.૦૩,૫૦૦/- ,૮ નંગ મોબાઈલ અને ૧ કેમેરા સહિતનો મુદામાલ કબજે કરી કુલ ચાર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે.

આ કાર્યવાહી એસ.પી.શરદ સિંઘલની સુચનાથી લાલપુર પીએસઆઈ પી.વી.રાણા અને સ્ટાફે કરી હતી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.