લાકડાના ફટકા મારી બે સગા ભાઇની કરપીણ હત્યા

એકની ધરપકડ

લાકડાના ફટકા મારી બે સગા ભાઇની કરપીણ હત્યા

Mysamachar.in-સુરતઃ

સુરતમાં ફરી એકવાર રક્તરંજીત બની છે, આ વખતે ઉત્તરાયણની મોડી રાતે બે સગા ભાઇની લાકડાના ફટકા મારી કરપીણ હત્યા કરાતા શહેરભરમાં અરેરાટી વ્યાપી છે. સુરતના કામરેજના અમૃતનગરમાં મૂળ ઈલ્હાબાદના બંટી અને નિરૂ નામનાં બે સગા ભાઈઓ રહેતા હતા. અને આ બંને ભાઈઓ કામરેજમાં જ લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું છે કે બંને ભાઇઓનો તેમના જ ગામના ઇસમો સાથે પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થયો હતો, આ ઝઘડાને કારણે જ બંને ભાઇની ઉત્તરાયણની મોડી રાતે ગામના જ ઈસમોએ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારી બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી જ હત્યામાં સંડોવાયેલા એક યુવકને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે યુવકની પૂછપરછની સાથે હત્યામાં કેટલા ઈસમો સામેલ હતા તે અંગે તપાસ હાથ ધરી છે.