રોજગારી માટે ભટકતા રેકડી-કેબીન-ઠેલાને જગ્યા આપો...

દબાણ કરે તો તુરંત કાયમી જપ્ત કરો

રોજગારી માટે ભટકતા રેકડી-કેબીન-ઠેલાને જગ્યા આપો...

Mysamachar.in-જામનગર:

શહેરમાં એક તરફ દુકાનો લઇ ધંધો કરવો દરેકની ક્ષમતા ન હોય તે સ્વભાવીક છે નબળો વર્ગ ફેરી કરીને, રેકડીથી, કેબીનથી, ઠેલાથી પેટીયુ રળતો હોય છે, તેની રોજગારી છીનવવા માટે કંઇ આકરા-ખોટા પગલા તો વ્યાજબી જ નથી માટે આ તમામ માટે સુયોજીત જગ્યા ફાળવણી કરો, એ જગ્યાએથી હટે તો કાયમી જપ્ત કરો જેથી નિયમન થાય અને નબળા વર્ગની રોજગારી પણ મળી રહે હા, બીજી તરફ જ્યારે સુપર માર્કેટ, રણજીત રોડ, દરબારગઢ, ચાંદીબજાર, રણજીતનગર, ખોડિયાર કોલોની, દિગ્વીજય પ્લોટ, સુમેર કલબ રોડ, દિગ્જામ સર્કલ, વગેરે વિસ્તારોમાં સાંજના સમયે અડધા રોડ ઉપર આવી જતા રેકડી-કેબીનો કોની કૃપાથી દબાણ કરે છે, અને આવી સંખ્યા હજારોની કુલ થાય તેમાંથી વીસ પકડીને કેમ સંતોષ મનાય છે?

-પાર્કિંગ ખુલ્લા કરાવો,ગે.કા. દબાણ પાડો, સીગ્નલ ચાલુ કરો
શહેરમાં શોપીંગ સેન્ટરોના પાર્કીગ ખોલાવવા માટે ઝુંબેશ હાથ ધરાઇ ત્યારબાદ સર્વે કરાતા સો થી વધુ એવા શોપીંગ સેન્ટરોના પાર્કીંગ ખુલ્લા કરવાના જરૂરી છે તેમ જણાયુ તે ખુલ્લા કરાવી ફરજીયાત ત્યાં પાર્કીંગ કરાવવાની તાતી જરૂર છે નિયમીત ઢોર પકડવાની ઝુંબેશ ચલાવો, ઠેર ઠેર અસ્થાઈ- સ્થાઈ દબાણોનું નિયમીત સર્વેક્ષણ કરી તેને દૂર કરવાની અવિરત ઝુંબેશ તેમાંય ઓટલા દબાણ દૂર કરવા વગેરે બાબતે નિયમીતતાની તાતી જરૂર છે. તમામ ટ્રાફીક સીગ્નલો ચાલુ કરાવી, ટ્રાફીક સ્ટાફને જ્યાં સીગ્નલ નથી ત્યાં નિયમન કરાવવા ફરજ સોંપવાની જરૂર છે.

-મીઠી નજર બંધ કરો, કાયદા પાલન કરાવો
મીઠી નજર હેઠળ ભારે વાહનો પ્રતિબંધીત સમયે શહેરમાં ઘૂસે, વનવે માં સડસડાટ વાહનો જાય, માર્ગો ઉપર ભારે વાહનોના પાર્ક થાય,  હોટલ, રેકડી, કેબીન રોડની અંદર હોય તેના પથારા અડધા રોડ ઉપર હોય, જાણીતી  પેઢી-સંસ્થા-શાળાના પાર્કીંગ રોડ ઉપર હોય આવી મીઠી નજર બંધ કરો એકસરખા કાયદા પાલન કરાવી ચોક્કસ સ્થળે જ માત્ર દંડા પછાડવાનું બંધ કરવાની જરૂર છે તેમ ચર્ચાય છે.