રાજ્યના 79 IAS અધિકારીઓની બદલીઓ

રાજ્યના 79 IAS અધિકારીઓની બદલીઓ

Mysamachar.in-:ગાંધીનગર:

આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સીનીયર  આઇએસએ  અધિકારીઓની બદલીઓના વહેલી સવારે આદેશ કરવામાં આવ્યા છે, જેમાં સચિવથી માંડી અને  અને કલેક્ટર કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે.ક્યાં અધિકારીને ક્યાં મુકવામાં આવ્યા તેના અમુક નામો પર નજર કરવામાં આવે તો...

-ખાણખનીજ કમિશ્નર રૂપવતસીંગ ને ફાયનાન્સ વિભાગના સેક્રેટરી

-આરોગ્ય વિભાગના કમિશ્નર જયંતિ એસ રવિને પ્રિન્સીપાલ સેક્રેટરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

-ભાવનગર કલેકટર હર્ષદ પટેલ ને સેટલમેન્ટ કમિશ્નર લેન્ડ રેકોર્ડઝ ગાંધીનગર 

-રાજકોટ કમિશ્નર બંછાનીધી પાનીને સુરત કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે

-રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તાને ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ગાંધીનગર

-મોરબી કલેકટર આર.જે.માકડીયા ને રેવન્યુ ઈન્સ્પેકશન કમિશ્નર ગાંધીનગર

-ગાંધીનગર રજીસ્ટાર નલીન ઉપાધ્યાય ને કમિશ્નર ઓફ લેન્ડ રિફોર્મ્સ

-ડીડીઓ નડિયાદ ડી.એન.મોદી ને કલેકટર પોરબંદર

-પોરબંદર કલેકટર મુકેશ પંડ્યા ને કમિશ્નર મધ્યાન ભોજન ગાંધીનગર 

-જીયુવીએનએલના એમડી પંકજ જોશીની બદલી પ્રિન્સીપાલ સેક્રેટરી એનર્જી અને પેટ્રોકેમિકલ્સ

-રાજકોટના કલેકટર તરીકે રેમ્યા મોહન અને મ્યુ.કમિશ્નર તરીકે ઉદિત અગ્રવાલ ને મુકવામાં આવ્યા 

-પોરબંદર ડીડીઓ અજય દહીયા ને ડીડીઓ બનાસકાંઠા તરીકે મુકવામાં આવ્યા 

-પંચમહાલ કલેકટર ઉદિત અગ્રવાલની પણ બદલી તેમણે સ્થાને અમિત અરોરા મુકાયા 

-બોટાદ ડીડીઓ આશિષકુમારની બદલી ડીડીઓ આણંદ

-નવસારી કલેકટર એમ.ડી.મોડીયા ની બદલી કલેકટર ભરુચ