શહેર મા ટ્રાફિકના અજગરી ભરડા વચ્ચે તંત્ર ને માત્ર જી.જી.હોસ્પિટલમા જ ટ્રાફિકની સમસ્યા દેખાઈ આવે છે..

હોસ્પિટલમાં ના માત્ર પાર્કિંગ કે સ્ટાફની સમસ્યા જ છે તેવું નથી પણ આ હોસ્પિટલમાં સમસ્યાઓની હારમાળા છે..

શહેર મા ટ્રાફિકના અજગરી ભરડા વચ્ચે તંત્ર ને માત્ર જી.જી.હોસ્પિટલમા જ ટ્રાફિકની સમસ્યા દેખાઈ આવે છે..

mysamachar.in-જામનગર:
જામનગર શહેર આખુંય ટ્રાફિક ના અજગરી ભરડામાં સપડાયેલું છે..કોમર્શીયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ મા ગેરકાયદે દબાણો,તો ગેરકાયદેસર બાંધકામોનો ફાટી નીકળેલો રાફડો આ તમામ જગ્યા એ જામનગર ના બહાદુર તંત્ર ની નજર કા તો પહોચતી નથી અને કા તો કોઈક ની આંખની શરમ આડી આવે છે..એવામા છેલ્લા કેટલાય સમયથી તંત્ર પોતાની કામગીરી બતાવવા જી.જી.હોસ્પિટલને સોફ્ટટાર્ગેટ કરી રહી હોય તેમ લાગે છે...

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી.જી.હોસ્પિટલનું તંત્ર છેલ્લા કેટલાય સમયથી સદંતર ખાડે ગયેલું છે..જી.જી.હોસ્પિટલમાં તબીબોની તંગી,સ્ટાફનો અભાવ,સફાઈનો અભાવ,સિક્યુરિટી ની ખુલ્લેઆમ બતાઈ આવતી બેદરકારી સહિતની બાબતોને તંત્ર એ અત્યારસુધી કયારેય ધ્યાને લીધી નથી..અને હવે છેલ્લા કેટલાક દિવસોથી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓને હોસ્પિટલ પર અચાનક પ્રેમ ઉભરાઈ આવ્યો હોય તે પણ સમજાતું નથી...થોડા દિવસો પૂર્વે તો હોસ્પિટલમાં ટોઈંગ થી વાહનો ઉપાડવા માટેનો આદેશ થયા અને જે શરૂ થતા જ હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેના સબંધીઓ અને ખુદ તબીબોને પણ ભારે હાલાકી ભોગવવી પડી અને કેટલાય લોકો પોતાનો રોષ તંત્ર સામે ઠાલવ્યો..
એ સમયે પણ સવાલો ઉઠ્યા હતા કે જો હોસ્પિટલ અંદર આવી અને ટોઈંગ થી વાહનો ઉપાડવા પડે તો જી.જી.હોસ્પિટલમાં વાર્ષિક લાખો રૂપિયાના ખર્ચે રાખવામાં આવેલ સિક્યુરિટી ના જવાનો શું માત્ર કાગળ પર જ છે...??એવામાં તંત્રને ગઈકાલ સાંજથી પેટમાં ચૂક ઉપડી હોય તેમ જી.જી.હોસ્પિટલના મુખ્ય દરવાજો થોડીવાર પૂરતા  બંધ કરી દેવામાં આવતા દર્દીઓ અને તેના સબંધીઓ મા ભારે અફડાતફડી મચી જવા પામી હતી.. 

જો સુચારુ વ્યવસ્થા ની જ વાત હોય તો તેનાથી કોઈ ને કાઈ વાંધો ના હોય શકે પણ વ્યવસ્થાના નામે હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને તેના સબંધીઓને અંદર ના પ્રવેશવા ના દેવાનો રચાઈ રહેલો કારસો  જરા પણ યોગ્ય નથી...,,તો હોસ્પિટલમાં ના માત્ર પાર્કિંગ કે સ્ટાફની સમસ્યા જ છે તેવું નથી પણ આ હોસ્પિટલમાં સમસ્યાઓની હારમાળા છે..તેના પર લગત તંત્ર એ ધ્યાન આપવું ઘટે ના માત્ર હોસ્પિટલના દરવાજાઓ બંધ કરીને તંત્ર એ શુરવીરતા નું ઉદાહરણ પુરુ પાડવું જોઈએ...

આ એ જ હોસ્પિટલ છે જ્યાં આજની તારીખે પણ  તબીબોની અને નર્સિંગ સ્ટાફની ઘટ છે..આ જ એજ હોસ્પિટલ છે..જ્યાં દર્દીઓને પુરતી દવા એટલા માટે નથી મળતી કે દિવસો સુધી દવાઓનો સ્ટોક નથી...., આ એ જ જી.જી.હોસ્પિટલ છે જ્યાં કેશ કઢાવવા,સોનોગ્રાફી અને એક્સરે કરાવવા કલાકોની લાઈન મા ઉભા રહેવું પડે છે...ઉપરાંત હોસ્પિટલમાં ફરતા અસમાજિક તત્વો,હોસ્પિટલ આસપાસ ખડકાયેલ ગેરકાયદે બાંધકામો પર પણ તંત્રની નજર પહોચતી નથી કે પછી મીઠી નજર છે..તે સવાલો ઊઠવા પણ સ્વાભાવિક છે...

આ બધું છોડી ને માત્ર ને માત્ર સિક્યુરિટીની નિષ્કાળજી ને કારણે કડક નિયમોના ઓથા હેઠળ આવનાર દર્દીઓ અને તેના સબંધીઓ ને હેરાનપરેશાન કરવાની બાબત ને લઈને લોકો મા પણ વિરોધ નો સુર આવનાર દિવસોમાં જોવા મળે તો નવાઈ નહિ.