આજે શિક્ષક દિવસ,શિક્ષકોની વ્યથા સંભળાશે.?

ઉચ્ચતર પગારસહિતના પ્રશ્નો...

આજે શિક્ષક દિવસ,શિક્ષકોની વ્યથા સંભળાશે.?

Mysamavchar.in-જામનગર:
આજે શિક્ષક દિવસછે, ત્યારે શિક્ષકો ચાહે પ્રાથમિક શાળાના હોય કે પછી માધ્યમિક શાળાના હોય પણ તેવોની કેટલીય રજુઆતો અને પ્રશ્નો લાંબાસમયથી સરકારમાં ફાઈલો હેઠળ ધૂળ ખાઈ રહ્યાછે, ત્યારે તેનો નિવેડો ક્યારે  આવશે તે કહી શકાય તેમ નથી, એવામાં મહાનગરપાલિકા પ્રાથમિક સંઘ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણનો પ્રશ્ન 2015 થી અધ્ધરતાલ છે. શિક્ષણમંત્રી સાથે યોજાયેલી મિટીગમાં આ પ્રશ્ન ઉકેલવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ માત્ર રાજકોટના પ્રાથમિક શિક્ષકો માટે જ પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે. જામનગર સહિત રાજ્યની અન્ય 18નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના અંદાજીત 2000 જેટલા શિક્ષકોને 4(ચાર) વર્ષથીઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવામાં આવતા નથી. આથી મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ, જામનગર દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને કલેક્ટર કચેરી, જામનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેના મુદ્દાઓ પર નજર કરવામાં આવે તો..

-રાજ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓનાજે પ્રાથમિક શિક્ષકો ચાલુ નોકરીએ અવસાન પામેલ છે. તેના આશ્રીતોને ઉચ્ચક નાણાકીયસહાયની પ્રાથમિક શિક્ષણ નિયામકની દરખાસ્તને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મંજૂરીઆપવામાં આવે.

-વર્ષ 2005 થી 2018 સુધીના સી.પી.એફ. કોંટ્રીબ્યુશનની ગ્રાન્ટ (અમદાવાદ, વડોદરા, સુરત, અને ભાવનગર શહેર) ને આપવાની બાકી છે. તે તાત્કાલિક ફાળવી આપવામાં આવે.

-તા.31-1-2019 પછી પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણો અનુસૂચી મુજબ(2800 ગ્રેડ પે) ને બદલે બઢતી મુજબ(4200 ગ્રેડપે)આપવા અંગે નિર્ણય થવા વિનંતી.

-સરકાર દ્વારા શિક્ષકોની ઓનલાઈન હાજરીમોબાઈલ એપ્લીકેશન કાયઝાલા મારફત લેવાનો નિર્ણય સ્થગીત રાખવામા આવે.

-રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રના ધોરણેસાતમા પગારપંચ આધારિત ભથ્થાઓ મંજૂર કરવામાં આવે. -કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ 2019 થી સી.પી.એફ ફાળો 14% મુજબ આપવામાં આવે છે. જેનો રાજયમાં એ જ તારીખથી અમલ કરવાનોનિર્ણય કરવામાં આવે.    

-રાજ્યની મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષકોને સરકાર દ્વારા 80% ગ્રાન્ટ અને મહાનગરપાલિકા દ્વારા 20% ગ્રાન્ટ આપવામાંઆવે છે. તેના બદલે 100% ગ્રાન્ટ રાજ્ય સરકાર ફાળવે તે બાબતે નિર્ણય કરવામાં આવે.