આજે જામનગર સહિત સૌરાષ્ટ્રની લોકસભા બેઠકોની ભાજપ ઉમેદવારોની પેનલ કરશે તૈયાર...

CMના નિવાસ સ્થાને મનોમંથન

આજે જામનગર સહિત સૌરાષ્ટ્રની લોકસભા બેઠકોની ભાજપ ઉમેદવારોની પેનલ કરશે તૈયાર...

Mysamachar.in-ગાંધીનગર:

ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ૨૬ લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની તબક્કાવાર પેનલ બનાવવામાં આવી રહી છે. જેમાં વડોદરા, ભરુચ, પંચમહાલ, સુરત સહિત ૧૧ લોકસભાની બેઠકોના ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે અમદાવાદ, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ બેઠકો પર ઉમેદવારોની પેનલ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને કેન્દ્રીય પાર્લામેંટરી બોર્ડમાં મોકલીને ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે, તેવામાં વર્તમાન ૬ સાંસદોને ફરીથી રીપીટ કરવામાં આવે તેવી શક્યતા છે,

વધુમાં મળતી વિગત મુજબ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સુરત, આણંદ, ખેડા, નવસારી અને દાહોદ વગેરે બેઠક પર સાંસદોને રીપીટ થઈ શકે છે. ઉપરાંત અન્ય બેઠકો પર પણ વર્તમાન સાંસદોની કામગીરી અને કોઈ વિવાદ ન થાય તો રીપીટ કરવાની કદાચ ભાજપ તૈયારી અપનાવી શકે છે. ત્યારે હાલ તો નિરીક્ષકોના અહેવાલના આધારે પ્રદેશ પાર્લામેંટરી બોર્ડમાં ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી રહી છે. તેવામાં કેન્દ્રીય પાર્લામેંટરી બોર્ડમાં જ ઉમેદવારોની પસંદગી બાબતે આખરી નિર્ણય લઈને કમૂરતા બાદ ગુજરાતમાં  તબક્કાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.