બે ભાણેજ સહીત ત્રણ શખ્સોએ મામાને મરી જવા મજબૂર કર્યા..

મળી હતી સ્યુસાઈડ નોટ..

બે ભાણેજ સહીત ત્રણ શખ્સોએ મામાને મરી જવા મજબૂર કર્યા..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

આજના સમયમાં સબંધોની કીમત કોડીની થતી જતી હોય તેમ લાગે છે, લોકો સબંધનો ઉપયોગ કરી સબંધોને લજવતા થયા છે, ખંભાળીયામાં આવી જ એક ફરિયાદ પતિના આપઘાત બાદ પત્નીએ નોંધાવતા ખંભાળિયા પોલીસે મરણજનારના બે ભાણેજ સહીત ત્રણ શખ્સો સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુન્હો સ્યુસાઈડ નોટના આધારે દાખલ થયો છે,

તપાસ અધિકારી એ.આર.ઝાલાના જણાવ્યા મુજ્બ ગત ચાર ઓગસ્ટ ના રોજ ખંભાળિયા ખાતે ચીમનભાઈ ઉનડકટ નામના વેપારીએ આત્મહત્યા કરી અને સ્યુસાઈડ નોટ લખી હતી તેમાં તેના બે સગા ભાણેજ અશોક હિન્ડોચા અને પ્રવિણ હિન્ડોચા તથા વિશ્વનાથ કુંડું ના નામો લખ્યા હતા, પતિના આપઘાત બાદ પત્ની મીનાબેન ઉનડકટે જે ફરિયાદ નોંધાવી છે તેમાં તેના પતીના ધંધાના પૈસા ત્રણેય ઇસમોએ ખોટા કરી તેના પતીએ પૈસા ની ઉઘરાણી કરતા સગા ભાણેજ તેવા આરોપીઓ દાદ આપતા નહોતા, જેથી આપઘાત કરનાર ચીમનલાલ એકદમ આર્થીક સંકડામણમા આવી ગયા હતા,અને શું કરવું શું ના કરવું તેવી વિમાસણમા મૃતક મુકાઈ ચુક્યા હતા, અને ત્યાં સુધી કે એક ભાણેજ પ્રવિણ હિન્ડોચાએ તો મૃતક ને ધમકી આપેલ કે જો મારા ભાઇ અશોક પાસે પૈસા માંગશો તો રાય જેવડા ટુકડા કરી નખીશ તેમ પણ કહેલ હતું, આમ મીનાબેનના પતિને મરી જવા માટે આરોપીએ મજબુર કરતા ચીમનલાલે ખંભાળિયા ખાતે ગત ચાર ઓગસ્ટના પોતાની જાતે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધેલ હોય જે સંદર્ભે આપઘાતની દુષ્પ્રેરણા ની ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.