ત્રણ શખ્સો આવ્યા અને કહ્યું કે કાં ૨૦ લાખ આપો અને કાં કોન્ટ્રાક્ટ આપો..

ટોલનાકાના મેનેજેરને ધમકી

ત્રણ શખ્સો આવ્યા અને કહ્યું કે કાં ૨૦ લાખ આપો અને કાં કોન્ટ્રાક્ટ આપો..

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક આવેલ સોયલ ટોલનાકુ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે, ચર્ચામાં આવવા પાછળનું કારણ એવું છે કે સોયલ ટોલનાકા ખાતે રૂટ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા યોગેશકુમાર ત્રિપાઠી ને આરોપીઓ દિવ્યરાજસિંહ જાડેજા, રમજાનભાઈ, જુવાનસિંહ જાડેજા એ સોયલ ટોલનાકામાં રૂટ ડીપાર્ટમેન્ટમાં પોતાના માણસોને નોકરીમાં રાખવા બાબતે આ યોગેશકુમારને ફોન ઉપર ભુંડાબોલી ગાળૉ બોલી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાદ ત્રણેય આરોપીઓ સ્કોર્પીઓ ગાડી નંબર જી.જે ૧૦ સીએન ૦૦૭૨ અને એક કારમાં ટોલનાકે આવી પહોચ્યા હતા, જ્યાં આરોપીઓએ રૂટ મેનેજર યોગેશકુમાર ને પોતાની સાથે લાવેલ કારમાં બળજબરી પૂર્વક પકડી બેસાડી દઈને ગોંધી રાખી વીસ લાખ રૂપીયા અથવા મને કોન્ટ્રાક્ટ આપો તેવુ કહી રૂપીયાની માંગણી કરી યોગેશકુમાર અને ટોલનાકાના અન્ય કર્મચારીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ટોલનાકાની ઓફીસમા ગેરકાયદેસર પ્રવેશ કરવા અંગે મેનેજરે ધ્રોલ પોલીસમથકમાં ગુન્હો નોંધાવતા પીએસઆઈ ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.