ગોજારો રવિવાર..સુરેન્દ્રનગર બાદ મોરબી નજીક અકસ્માતમાં ત્રણ ના મોત..

આજના દિવસે માર્ગ અકસ્માતમાં છ ના મોત 

ગોજારો રવિવાર..સુરેન્દ્રનગર બાદ મોરબી નજીક અકસ્માતમાં ત્રણ ના મોત..

mysamachar.in-મોરબી 

આજનો રવિવાર જાણે ગોજારો સાબિત થયો હોય તેમ લાગી રહ્યો છે,કારણ કે અકસ્માતની એકબાદ એક એવી ઘટનાઓ સામે આવી છે,જેને લઈને કેટલાય પરિવારો મા તહેવારોના સમયે જ ગમગીની નું મોજું ફરી વળ્યું છે,સવારે સુરેન્દ્રનગર નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ૩ લોકોના મોત નીપજ્યા જયારે બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા,જે બાદ જામનગર જીલ્લાના જામજોધપુરના ત્રણ પાટિયા નજીક પણ બે કાર અથડાઈ જતા ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,ત્યાં જ સાંજે મોરબી પંથકમાં પણ  તહેવારોની મોસમમાં અકસ્માતોની વણઝાર યથાવત હોય તેમ નૂતન વર્ષના પ્રારંભે બે અકસ્માત બાદ આજે ફરી અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર ત્રણ યુવાનના મોત નીપજ્યા હતા,

મોરબીના રાજપર નજીક આજે સાંજના સુમારે કાર અને ત્રિપલ સવાર બાઈક વચ્ચે  અકસ્માત સર્જાયો હતો જેમાં મોરબીના કબીર ટેકરી નજીક રહેતા રાહુલ પ્રસાદ, ધર્મેન્દ્રકુમાર અને વિરપર ગામના ધર્મેન્દ્ર નામના ત્રણ યુવાનો મિસ્ત્રી કામ કરીને ચાંચાપર ગામેથી બાઇક નંબર જીજે 3 સીડી 1365 માં પરત ફરી રહયા હોય ત્યારે કાર નંબર જીજે 36 બી 3129 સાથે બાઇક અથડાયું હતું,જે અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવાનના મોત નીપજ્યા છે,ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,,,તો એકસાથે ત્રણ યુવાનના મોતને પગલે સરકારી હોસ્પિટલે હૈયાફાટ રૂદન ના દ્રશ્યો જોવા મળ્યા હતા..

આમ આજનો રવિવાર ગોજારો સાબિત થયો હોય તેમ વિવિધ અકસ્માતના બનાવો ને જોતા લાગી રહ્યું છે.