એક જ પરિવારની ત્રણ દીકરીઓના ડૂબી જતા મોત 

એક જ પરિવારની ત્રણ દીકરીઓના ડૂબી જતા મોત 

Mysamachar.in-દાહોદ :

જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અબલોડ ગામમાં રમતા-રમતા કુવામાં પડી જતા 3 બહેનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ છે અને ત્રણેય બહેનોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. ત્રણેય બહેનો કુવા પાસે રમતી હતી તે દરમિયાન અંદર પડી જતા ત્રણેય બેહેનોના મોત નીપજ્યા છે. પોલીસે સ્થળ પર પહોચી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પણ હાથ ધરી છે.