જામનગર S.O.G નો સપાટો...ત્રણ ત્રણ બોગસ તબીબો ને એકીસાથે ઝડપી પાડ્યા..

હાલારમાં બોગસ નો રાફડો..

જામનગર S.O.G નો સપાટો...ત્રણ ત્રણ બોગસ તબીબો ને એકીસાથે ઝડપી પાડ્યા..

mysamachar.in-જામનગર:

હજુ તો ગતસાંજના જ દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર સુરજકરાડી ગામે થી એક બોગસ તબીબ ને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યાને ગણતરીના કલાકો જ થયા છે,ત્યાં જ જામનગર એસઓજીએ મોટીખાવડી વિસ્તારમાં સપાટો બોલાવી દઈ ને એકીસાથે ત્રણ ત્રણ બોગસ તબીબો ને ઝડપી પાડતા ભારે ચકચાર મચી જવા પામી છે,અને લાંબા સમયથી અહી બોગસ તબીબો પોતાની દુકાનો ચલાવતા હોવાનું પણ પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે,

જામનગર એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચ.બી.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફે મોટીખાવડી એલસી ૮ ગેટ નજીક થી કોઈપણ માન્યતા પ્રાપ્ત ડીગ્રીઓ વિના જ પોતાની દુકાનો ચલાવતા ત્રણ બોગસ તબીબો રાજેશકુમાર ગુપ્તા,વિકાસ દાસ અને પ્રોબીર સરકાર નામના ત્રણેય પરપ્રાંતીય ડોક્ટરોને ઝડપી પાડી ત્રણેય બોગસ તબીબોના કબજામાં થી સ્ટેથોસ્કોપ,બાટલાઓ,ઈન્જેકશન,દવાઓ,સીરીંઝ વગેરે મળી કુલ ૫૪૮૯ ના મુદામાલ સાથે ઝડપી પાડી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ મુજબ ગુન્હો નોંધી લાલપુર પોલીસ મથકે સુપરત કર્યા છે.