મહાનગરપાલિકામાં એક અધિકારીએ પદાધિકારીને એવા તો લીધા કે ચર્ચાઓ થવા લાગી...

દરેકને પોતાનું સ્વમાન વ્હાલું છે તે સમજી જવું જોઈએ...

મહાનગરપાલિકામાં એક અધિકારીએ પદાધિકારીને એવા તો લીધા કે ચર્ચાઓ થવા લાગી...

Mysamachar.in-જામનગર:

સામાન્ય રીતે જામનગર મહાનગરપાલિકામાં એવી સીસ્ટમ છે કે ચૂંટાયેલા તમામ તેમાં શાશક અને વિપક્ષ બન્ને આવી જાય (અમુક અપવાદ) તે તમામને પોતાના વિસ્તારોના કામો કરાવવાની ચિંતા હોય છે, આ ચિંતા સાચી પણ હોય છે, હોવી જ જોઈએ...અને અમુક ચૂંટાયેલા સભ્યોના કામો કરવામાં અધિકારીઓ દાંડાઈ પણ કરતા હોય છે, ત્યારે સહેજે કોઈ પદાધિકારી કે કોર્પોરેટર ઊંચા અવાજે વાત કરે ત્યાં સુધી સમજ્યા...પણ અતિશયોક્તિનું પરિણામ કેવું આવે તેની ખબર હમણાં એક પદાધિકારીને સારી પેઠે પડી ગઈ....

દરેક વ્યક્તિને પોતાનું સ્વમાન સૌથી વધુ વહાલું હોય છે, અને સ્વમાનને ભોગે કોઈ કામ કરતા નથી, પણ સતના જોરે ઉછળી રહેલા મનપાના એક પદાધિકારીએ તાજેતરમાં જ પોતાની ચેમ્બરમાં આવેલ એક અરજદાર સામે સીન જમાવવા એક અધિકારીને તેની ચેમ્બરમાં બોલાવ્યા અધિકારી સામેવાળાના હોદાની રુએ તેની ચેમ્બરમાં ગયા બાદ પદાધિકારીએ ના બોલવાના શબ્દપ્રયોગ કરવા લાગતા અધિકારીને પોતાનું સ્વમાન ઘવાઈ રહ્યાનો અહેસાસ થતા તેણે પદાધિકારીને તતડાવીને તેની જ ભાષામાં જવાબ આપીને કમિશ્નરને મારી ફરિયાદ કરજો તેવો હિમ્મતભેર જવાબ આપી દેતા આ મામલે જામનગર મહાનગરપાલિકામાં સારી એવી ચર્ચા જગાવી છે.અને અન્ય અધિકારીઓએ પણ આવું ખોટું હોય ત્યાં હિમ્મત દાખવવાની જરૂર હોય તેમ લાગે છે.