મિત્રોની મસ્તી-મસ્તી મા જ્યારે એક મિત્રનો જ ગયો જીવ

દ્વારકાની ઘટના..

મિત્રોની મસ્તી-મસ્તી મા જ્યારે એક મિત્રનો જ ગયો જીવ

Mysamachar.in-દેવભૂમિ-દ્વારકા:

દેવભૂમિ-દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગત રાત્રીના સમયે દ્વારકા-ઓખા હાઇવે ઉપર પાસ્તા પેટ્રોલપંપ પાસે ડાડાભાઈની ચા-પાણીની હોટલમાં હાલ રમજાન મહિનો ચાલતો હોય લઘુમતી સમાજના ચાર-પાંચ મિત્રો ઠંડુ પીણું પીવા એકઠા થયેલ જ્યાં આમદ હુસેન પટેલીયા ઓખા તથા તેના મિત્ર રફીક હાજી ભેસલીયા રહે.રૂપેણ બંદરવાળો તે બન્ને આજે ઠંડુ કોણ પીવડાવશે?તે બાબતમાં મજાક મસ્તી કરતાં હતા દરમ્યાન મશ્કરીમાં રફીક હાજી ભેસલીયાએ આમદ હુસેન પટેલીયાનો પગ પકડતા બેલેન્સ ગુમાવતાં પડી જતાં ગરદનના ભાગે ઇજા થતાં કશું બોલી શકતો ના હોય તુરંત જ સાથેના મિત્રો દ્વારકા ખાતે શુભમ હોસ્પીટલમાં સારવારમાં લઈ જતાં ડોક્ટરે તપાસતા આમદ મરણ ગયેલનું જણાવેલ અને ડોકટરે પોલીસ સ્ટેશનમાં બનાવ અંગેની જાણ કરતાં પોલીસે આગળની પોલીસ કાર્યવાહી કરેલ.પ્રાથમિક તપાસમાં આ બનાવ મશ્કરીમાં બનેલનું જણાયેલ છે.


આ અંગે ગુલામહુસેન મુસાભાઈ ચાવડાએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં દ્વારકા પોલીસે (સાઅપરાધ મનુષ્યવધ) મુજબ ગુન્હો નોંધી અને હાલ આ ગુન્હાની આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેકટર પી.એ.દેકાવાડીયા દ્વારકા ચલાવવામાં આવી રહી છે.આ બનાવ ને પગલે રૂપેણ બંદરના મુસ્લિમ સમાજમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો છે.